સુરત/ માંડવી તાલુકામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ખોટકાતા અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા

તત્કાલ કારીગરોને બોલાવી વિકાસયાત્રા રથની મરામતની કામગીરી હાથ ધરાઈ હતી. કારીગરો દ્વારા સમારકામ બાદ વિકાસરથ ચાલુ થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.તત્કાલ કારીગરોને બોલાવી વિકાસયાત્રા રથની મરામતની કામગીરી હાથ ધરાઈ હતી. કારીગરો દ્વારા સમારકામ બાદ વિકાસરથ ચાલુ થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

Gujarat Surat Trending
સુરત માંડવી

માંડવી-કીમ રોડ પર આવેલ અમલસાડી-અરેઠ જતાં માર્ગ પર વિકાસયાત્રાનો રથ વિકાસનો સામનો કરતો અને ઝઝૂમતો નજરે ચઢ્યો હતો. માંડવી ખાતે ગુજરાત સરકારનાં કાર્યક્રમ વંદે ગુજરાત વિકાસયાત્રનો રથ માંડવી એજ્યુકેશન સોસાયટી અણુમથક સાંસ્કૃતિક ભવન ખાતે આવી પહોંચ્યાં હતો. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર નગરપાલિકા, તાલુકા જીલ્લાનાં પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. પરંતુ વિકાસ રથમાં ચોમાસાની સીઝનમાં સામાન્ય ગણાતી સ્ટાર્ટરની સમસ્યાએ કારણે વિકાસરથ ખોટકાયો હતો. જેથી ઉપસ્થિત અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા હતાં.સદનસીબે તત્કાલ કારીગરોને બોલાવી વિકાસયાત્રા રથની મરામતની કામગીરી હાથ ધરાઈ હતી. કારીગરો દ્વારા સમારકામ બાદ વિકાસરથ ચાલુ થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. માંડવીથી અમલસાડી અને ત્યારબાદ અરેઠ ગામ જવાનાં કિમ-માંડવી રોડ અતિ બિસ્માર હાલતમાં અને રસ્તા પર પડેલા ઊંડા ખાડાઓને કારણે વિકાસયાત્રા રથ માર્ગ પર ઝૂમતો નજરે ચઢ્યો હતો.

આ પણ વાંચો : 2022માં થશે એલિયન એટેક, જુલાઈ સુધીની બે આગાહીઓ પડી સાચી