Dahod News: દાહોદમાં વિચિત્ર જ કિસ્સો સામે આવ્યો છે જેમાં 15 વર્ષની કિશોરીને એક યુવક ભગાડી ગયો પરંતુ તેની સાથે લગ્ન કરવાના બદલે છોકરીને વેચવાનું નેટવર્ક સામે આવ્યું છે. જેના અંગે પોલીસ દ્વારા ખરીદનાર, વેચનાર અને દલાલની પોલીસે ધરપકડ કરી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે માનવ તસ્કરીનો પર્દાફાશ કર્યો દાહોદમાં દોઢ વર્ષ પૂર્વેના બનાવમાં પોલીસને મળી સફળતા રેલવેમાં હોકર્સ તરીકે કામ કરતા પરિણીત યુવકનું કારસ્તાન સામે આવ્યું હતું જેમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યા બાદ 1 લાખમાં સોદો કર્યો હતો.
પ્રેમીએ મિત્રના સબંધી રાજસ્થાનના ઈસમ સાથે લગ્ન કરાવવા સોદો કર્યો હતો અને પ્રેમીએ ખરીદનાર ઈસમ સામે ભાઈ તરીકે ઓળખ આપી હતી 75 હજારમાં શોદો નક્કી થયા બાદ બન્ને ઈસમોએ પૈસાનો ભાગ પાડ્યો હતો. જોકે સગીરાને ભગાડી જનાર પ્રેમી, દલાલ અને ખરીદનાર ત્રણેયની દાહોદ પોલીસે ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, કિશોરીને ભગાડીને રાજસ્થાનના ઝાલાવાડના શખ્સ સાથે લગ્ન કરવા સોદો કર્યો હતો. જેના માટે વેચનારને 1 લાખ રૂપિયા મળવાના હતા. આ પછી જ્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આી ત્યારે પોલીસ દ્વારા ભગાડી જનાર યુવક, દલાલ અને ખરીદનારની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો:પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત, પરિજનો પર આભ ફાટ્યું
આ પણ વાંચો:પિતાએ ઠપકો આપતા બાળકીઓ ઘર છોડીને નીકળી ગઈ અને પછી જે રીતે મળી…..
આ પણ વાંચો:સાંતલપુરમાં કેશુ મહારાજને ટ્રક ચાલકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો
આ પણ વાંચો:વાપી GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સોલવન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની