ભાવનગર/ પિતાએ ઠપકો આપતા બાળકીઓ ઘર છોડીને નીકળી ગઈ અને પછી જે રીતે મળી…..

રાજ્યમાં અવારનવાર માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે ફરી એકવાર આવી જ એક ઘટના ભાવનગરથી સામે આવી છે.

Top Stories Gujarat Others
  • ભાવનગર: માતા-પિતાને ચેતવણી રૂપ વધુ એક કિસ્સો
  • માતા-પિતાએ ઠપકો આપતા બાળકીઓ ચાલી નીકળી
  • કૃષ્ણપરાથી 12 કિમી રંઘોળા ચોકડી પાસે પહોંચી બંને બાળકીઓ
  • બંને બાળકીઓને એકલી જોઈ જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી

Bhavnagar News: રાજ્યમાં અવારનવાર માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે ફરી એકવાર આવી જ એક ઘટના ભાવનગરથી સામે આવી છે. જેમાં માતા-પિતાએ પોતાને બે દીકરીઓને ઠપકો આપતા તેઓને એટલું તો લાગી આવ્યું કે તેઓ ઘર છોડીને નીકળી ગઈ. જોકે,રસ્તામાં બે બાળકીઓને એકલી જતા જોઈ એક જાગૃત નાગરિકે પોલીસને આ મામલે જાણ કરી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર,  શિહોરની કૃષ્ણપરા પ્રા. શાળામાં ધો. 5 અને 7 માં અભ્યાસ કરતી બે બાળકીઓ તેના પિતાના ત્રાસથી ઘર છોડીને નીકળી ગઈ હતી, જાણવા મળી રહ્યું છે કે, આ બાળકીઓને તેના પિતા માર પણ મારતા હતા. જેથી આટલી નાની ઉંમરમાં તેઓને આવું પગલું ભરવા મજૂર થવું પડ્યું હતું.

આ બાળકીઓ ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળી હતી. બંને બાળકીઓ  ચાલતા ચાલતા કૃષ્ણપરાથી 12 કિમી રંઘોળા ચોકડી પાસે પહોંચી હતી.  જ્યાં તેઓને એકલી આવી રીતે ચાલતા જોઇને એક જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી. જે બાદ બંને બાળકીઓને ઉમરાળા પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. જ્યાં પોલીસે બાળકીઓના માતા પિતાને જાણ કરવામાં આવી હતી, પોલીસ દ્વારા બંને બાળકીઓને માતા-પિતાને સોંપવામાં આવી છે.



આ પણ વાંચો:મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો

આ પણ વાંચો:છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ

આ પણ વાંચો:જામનગરમાં 9 વર્ષની બાળકીનો આપઘાત, હત્યાના આક્ષેપથી ચકચાર

આ પણ વાંચો:ગુજરાતમાં નકલી ટિકિટ આપી ક્રિકેટ પ્રેમી સાથે છેતરપિંડી