Not Set/ કૃણાલ કામરાએ ઈન્ડિગો એરલાઇન્સનાં પગલા વિરુદ્ધ વળતરની કરી માંગણી

સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલ કામરાનાં એરલાઇનમાં પત્રકાર અર્નબ ગોસ્વામી સાથેનો વીડિયો વાયરલ થયા બાદ કૃણાલને એરલાઇને 6 મહિના માટે બેન કરી દીધો છે. ત્યારબાદ બેક ટૂ બેક ત્રણ અન્ય એરલાઇન્સે પણ કૃણાલને 6 મહિના માટે બેન કરી દીધો છે. જે બાદ કૃણાલની પ્રતિક્રિયા આવવી સ્વાભાવિક જ હતી. મળી રહેલી માહિતી મુજબ કૃણાલે ઈન્ડિગો એરલાઇન્સને લીગલ નોટિસ […]

Top Stories India
barandbench 2020 02 c02500b6 cc4c 41ee ab22 bfe56f72ffa6 Kunal Kamra and indigo કૃણાલ કામરાએ ઈન્ડિગો એરલાઇન્સનાં પગલા વિરુદ્ધ વળતરની કરી માંગણી

સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલ કામરાનાં એરલાઇનમાં પત્રકાર અર્નબ ગોસ્વામી સાથેનો વીડિયો વાયરલ થયા બાદ કૃણાલને એરલાઇને 6 મહિના માટે બેન કરી દીધો છે. ત્યારબાદ બેક ટૂ બેક ત્રણ અન્ય એરલાઇન્સે પણ કૃણાલને 6 મહિના માટે બેન કરી દીધો છે. જે બાદ કૃણાલની પ્રતિક્રિયા આવવી સ્વાભાવિક જ હતી. મળી રહેલી માહિતી મુજબ કૃણાલે ઈન્ડિગો એરલાઇન્સને લીગલ નોટિસ મોકલાવી છે.

આપને જણાવી દઇએ કે, કૃણાલને ઈન્ડિગો એરલાઇન્સે 6 મહિના માટે બેન કરી દીધો છે. જેને લઇને કૃણાલ કામરાએ વળતરરૂપે હવે 25 લાખની માંગણી કરી દીધી છે. તેટલુ જ નહી તેણે ઈન્ડિગોને તુરંત જ તેના બેનને રદ્દ કરી અને કોઇપણ શરત વિના માફી માંગવાનું પણ કહ્યુ છે. જોવાનુ રહેશે કે આ મામલે ઈન્ડિગો એરલાઇન્સ શું કરે છે તે હવે જોવાનુ રહેશે.

આપને જણાવી દઇએ કે, સ્ટેન્ડ અપ કોમેડિયન કૃણાલ કામરાનાં સમર્થનમાં ઈન્ડિગોનો તે ફ્લાઇટનો પાયલોટ સામે આવ્યો છે. મુંબઈથી લખનઉની ફ્લાઇટ 6E 5317 માં કામરાએ રિપબ્લિક ટીવીનાં પત્રકાર અર્નબ ગોસ્વામીને અમુક સવાલો કર્યા હતા.આ ઈન્ડિગો ફ્લાઇટનાં પાયલોટ કેપ્ટન રોહિત મૈતીએ એરલાઇન્સને પત્રમાં કૃણાલ કામરાને સમર્થન આપ્યુ છે. તેમણે કામરા સામે કરવામાં આવેલી કાર્યવાહીને ખોટી ગણાવી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.