Not Set/ સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સી પર બિલ રજૂ કરશે

સંસદના આગામી શિયાળુ સત્ર માટે તૈયાર કરવામાં આવેલા તેના કાયદાકીય કાર્ય યોજનામાં ડિજિટલ ચલણ ‘ક્રિપ્ટોકરન્સી’ સંબંધિત બિલને સૂચિબદ્ધ કર્યું છે

Top Stories India
ક્રિપ્ટોકરન્સી સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સી પર બિલ રજૂ કરશે

કેન્દ્ર સરકારે મંગળવારે સંસદના આગામી શિયાળુ સત્ર માટે તૈયાર કરવામાં આવેલા તેના કાયદાકીય કાર્ય યોજનામાં ડિજિટલ ચલણ ‘ક્રિપ્ટોકરન્સી’ સંબંધિત બિલને સૂચિબદ્ધ કર્યું છે. સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે. આ બિલને ક્રિપ્ટોકરન્સી અને અધિકૃત ડિજિટલ કરન્સી રેગ્યુલેશન બિલ, 2021 નામ આપવામાં આવ્યું છે.આ કરન્સીને સરખા કડક રીતે પ્રતિબંધ કરવા જઇ રહી છે ત્યારે તો બીજીબાજુ તેમની જ ગોવા ભાજપ સરકાર મંજૂરી આપે છે

આ બિલનો ઉદ્દેશ્ય ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરવામાં આવેલ સત્તાવાર ડિજિટલ ચલણની રચના માટે અને દેશમાં તમામ ડિજિટલ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે એક સુવિધાયુક્ત પદ્ધતિ બનાવવાનો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે સંસદમાં બજેટ સત્ર દરમિયાન ચર્ચા માટે આ બિલ પણ રજૂ કર્યું હતું.

ક્રિપ્ટોકરન્સીને લઈને સંસદમાં બિલ રજૂ કરવાનો નિર્ણય લેતા પહેલા કેન્દ્ર સરકારે આ અંગે ઘણી બેઠકો કરી હતી. દેશમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ માટે જરૂરી માળખું તૈયાર કરવા અને તેનાથી સંબંધિત પડકારોનો ઉકેલ શોધવા માટે આ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિપ્ટોકરન્સી પર કેન્દ્રનું વલણ બહુ સકારાત્મક દેખાતું નથી.