Rajkot News: માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, કુવાડવા રોડના શાલીગ્રામ શિલ્પ બિલ્ડિંગની એક ઘટના સામે આવી છે.રાજકોટના કુવાડવા રોડ પર બાળક કૂંડીમાં પડી જવાથી મોત થયું હતું. બાળક શાલીગ્રામ શિલ્પ બિલ્ડિંગ પાસે રમી રહ્યો હતો. માહિતી અનુસાર બાળક રમતા રમતા કુંડીમાં પડી ગયું હતું. બાળકના મોતથી સોસાયટીમાં શોકનો માહોલ ફેલાયો હતો . માસૂમ બાળક તેના ઘરની બહાર રમી રહ્યો હતો. રમતા રમતા તે કુંડી પાસે પહોંચ્યો. આ દરમિયાન બાળક કુંડી પડી ગયો હતો.આ બાળકનું નામ સંદીપ બુઢા છે.આ ઘટના કુવાડવા રોડના શાલીગ્રામ શિલ્પ બિલ્ડિંગની છે.
જ્યારે મૃતક બાળકના ઘરે ખબર પડી ત્યારે માસૂમ બાળકને શોધતા પરિવારજનો દોડી આવ્યા હતા. આ દરમિયાન લોકોએ કુંડીમાં જોયું કે તેમના બાળક સંદીપટાંકીમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક વંદે ભારત દોડશે
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
આ પણ વાંચો:તમામ જીલ્લાઓમાં 1 ફેમિલી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ