Not Set/ અરવલ્લી: બે રૂપિયાના મુદ્દે ટોલ કર્મીએ ટ્રક ક્લીનર પર કર્યો હુમલો, હાથની નસ કપાઈ

મોડાસા, અરવલ્લી જીલ્લાનાં મોડાસા નજીક ગાજણ ટોલબુથ પર ટોલ કર્મચારીએ ટ્રકના ક્લીનર હુમલો કર્યો. હુમલો કરતા ટ્રકના ક્લીનરના હાથની નસ કપાઇ ગઇ હતી. નસ કપાઇ જતા સારવાર અર્થે ટ્રક ક્લીનરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં માત્ર બે […]

Gujarat Others
bsk 3 અરવલ્લી: બે રૂપિયાના મુદ્દે ટોલ કર્મીએ ટ્રક ક્લીનર પર કર્યો હુમલો, હાથની નસ કપાઈ

મોડાસા,

અરવલ્લી જીલ્લાનાં મોડાસા નજીક ગાજણ ટોલબુથ પર ટોલ કર્મચારીએ ટ્રકના ક્લીનર હુમલો કર્યો. હુમલો કરતા ટ્રકના ક્લીનરના હાથની નસ કપાઇ ગઇ હતી. નસ કપાઇ જતા સારવાર અર્થે ટ્રક ક્લીનરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં માત્ર બે રૂપિયાને લઇને ટ્રકના ક્લીનર પર હુમલો કરવાનુ સામે આવ્યુ છે.

ટ્રકના ક્લીનરનું કહેવું છે કે 105 ને બદલે 103 રૂપિયા આપ્યા હતા તો ટોલ કર્મચારીએ  ઝઘડો કર્યો અને મારા હાથને કાંચ પડ્યા તૂટી ગયા હતા તે જગ્યા પર હાથને ગસ્યો હતો. ટોલ કર્મચારી મારી સાથે મારપીટ કરી અને ગાળો પણ આપી હતી.

ટ્રકના ક્લીનરે ટોલ કર્મચારીને 105 ને બદલે 103 રૂપિયા આપ્યા હતા. બે રૂપિયા ન હોવાથી ટોલ કર્મચારીએ ટ્રકના ક્લીનર સાથે ઝગડો કરી હુમલો કર્યો હતો.