first phase/ પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન કરવા મતદારો તૈયાર,પરિવર્તન કે ભરોસો!

આજે મતદાન દક્ષિણ ગુજરાત, કચ્છ  અને સૌરાષ્ટ્માં યોજાશે. અહિના મતદારોની મૈાન બધી પાર્ટીઓ માટે રેડ એલર્ટ સમાન છે.

Gujarat Gujarat Assembly Election 2022
first phase

first phase   ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજે ચૂંટણી યોજાવવા જઇ રહી છે. આજે 8 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે.આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીના લીધે ચૂંટણી રસપ્રદ બની રહેશે. 27 વર્ષના શાસન બાદ ભાજપને ઇન્કબેકસીનો ડર સતાવી રહ્યો છે પરતું મોદીની લોકપ્રિયતા આજે પણ બરકારાર છે.ભાજેપ પહેલાથી જ તડામાર તૈયારીઓ કરી લીધી હતી અને મેગા રેલીઓનો આયોજન કરીને જીતવા માટે કમર કસી છે, જયારે કોંગ્રેસે ખાટલા પરિષદ કરીને પ્રચાર કર્યો જયારે આમ આદમી પાર્ટીએ પણ વીજળી ફ્રી ની જાહેરાત કરીને મતદારોને આકર્ષવાની સ્ટ્રેજી બનાવી છે, હાલ મતદારોને મિજજા શું છે તે જાણવું મુશ્કેલ છે. પરિવર્ત કરશે કે ભાજપ પર ફરી ભરોસો કરશે તે જોવાનું રહ્યું, મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પહેલા તબક્કાની ચૂંટણી માટે મતદારો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના શાસનના ભરોસા પર મતદાન કરશે કે પછી પરિવર્ત માટે મતદાન કરશે તે જાવાનું રહ્યું. આ વખતે મોંઘવારી,પેપરકાંડ,સહિતના સ્થાનિક મુદ્દાઓ ચૂંટણી પર અસર કરે તેવી સંભાવના રહેલી છે. પરતું મોદીની લોકપ્રિયતા ભાજપ માટે બોનસ પોઇન્ટ છે.

ઉલ્લેખનીય છે કે આજે મતદાન દક્ષિણ ગુજરાત, કચ્છ  અને સૌરાષ્ટ્માં યોજાશે. અહિના મતદારોની મૈાન બધી પાર્ટીઓ માટે રેડ એલર્ટ સમાન છે. આજે રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કાની 89 સીટમાંથી હાલ ભાજપ પાસે 58 અને કોંગ્રેસ પાસે 26 જ્યારે BTP પાસે 2 અને NCP પાસે એક સીટ છે. જ્યારે દ્વારકા અને વિસાવદર સીટ ખાલી પડેલી સીટ છે. આ 89 સીટમાંથી ભાજપને 48 અને કોંગ્રેસને 38 સીટ મળી હતી. જ્યારે BTPને 2 અને NCPને એક સીટ મળી હતી.

Gujarat Assembly Election 2022/ગુજરાતમાં આજે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન, આ દિગ્ગજોના