Not Set/ પાલનપુર/ NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

ગુજરાત હાઈકોર્ટ તરફથી પૂર્વ IPS સંજીવ ભટ્ટને મોટો ફટકો પડ્યો છે, પાલનપુરમાં વર્ષ 1996માં રાજસ્થાનનાં વકીલ સામે અફીણનો ખોટો કેસ ઉભો કરવા પર જેલની સજા કાપી રહેલ IPS સંજીવ ભટ્ટને હાઈકોર્ટે સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવી દીધી છે. જણાવીએ કે શુક્રવારે જસ્ટિસ સોનિયા ગોકાણીએ સંજીવ ભટ્ટ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જામીન અરજી ફગાવી દીધી છે. […]

Ahmedabad Gujarat
aaaaaaa 6 પાલનપુર/ NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

ગુજરાત હાઈકોર્ટ તરફથી પૂર્વ IPS સંજીવ ભટ્ટને મોટો ફટકો પડ્યો છે, પાલનપુરમાં વર્ષ 1996માં રાજસ્થાનનાં વકીલ સામે અફીણનો ખોટો કેસ ઉભો કરવા પર જેલની સજા કાપી રહેલ IPS સંજીવ ભટ્ટને હાઈકોર્ટે સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવી દીધી છે.

જણાવીએ કે શુક્રવારે જસ્ટિસ સોનિયા ગોકાણીએ સંજીવ ભટ્ટ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જામીન અરજી ફગાવી દીધી છે. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટના આદેશના 6 મહિનામાં જો ટ્રાયલ શરૂ ના થાય, તો અરજદાર સકસેસિવ જામીન અરજી દાખલ કરી શકે તેના ભાગરૂપે આ અરજી દાખલ કરવામાં આવી હતી.

અરજદાર સંજીવ ભટ્ટનાં વકીલ શૌરીન શાહે દલીલ કરી હતી કે, પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સંજીવ ભટ્ટ દ્વારા અફીણ પ્લાન્ટ કરવામાં આવ્યું,  તેના કોઈ જ પુરાવા નથી. વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ જે.બી. પારડીવાલાના આદેશ બાદ સંજીવ ભટ્ટ વિરૂદ્ધ SIT તપાસ કરવામાં આવી હતી.

SIT તપાસમાં સંજીવ ભટ્ટના કહેવાથી અફીણ લાવવામાં આવ્યું તેવું સામે આવે છે, પરતું તેમાં સાક્ષીઓના નિવેદન સંજીવ ભટ્ટની ધરપકડ થયાના 10 થી 20 દિવસ બાદ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ મુદે સરકારી વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર અલગ-અલગ પ્રકારની અરજીઓ દાખલ કરી ટ્રાયલની પ્રક્રિયામાં વિલંબ કરવા માગે છે. કેટલાક તથ્યો અને મુદ્દાઓ અગાઉની સુનાવણી દરમિયાન બાકી રહી ગયા એ વાત કાયદાનો દૂરપયોગ ગણી શકાય અને જો આવી જ રીતે ચાલશે, તો કેસની સુનાવણી ક્યારેય પુરી થઈ શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.