રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર શિક્ષણ અને ભણવાને દરેક જગ્યા પ્રમોટ કરે છે. પઢેગા ઇન્ડીયા તો બઢેગા ઇન્ડીયા વિગેરે વિગેરે પરંતુ જ્યા સુધી રાજ્યમાં ભણતર માટેની પાયાની સુવિધાઓને જોવામાં આવે તો આંકડા જોઇને સામાન્ય માણસનાં મનમાં એક સવાલ વિજળીક રીતે ઉદ્દભવે કે શું આમ ભણશે ઇન્ડીયા કે ગુજરાત ? કે પછી, આમ કેમ ભણશે ગુજરાત?
રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં ઓરડાની અછત હોવાનું સામે આવ્યું છે. શાળામાં ઓરડાની અછત હોવાનો સરકારે પણ સ્વીકાર કર્યો છે. રાજ્યની 6826 પ્રાથમિક શાળામાં 17417 ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. સૌથી વધારે ઓરડાની અછત દાહોદ જિલ્લામાં છે. દાહોદની 720 શાળાઓમાં 2082 ઓરડાની ઘટ છે. તો બનાસકાંઠામાં 1071 ઓરડાની અછત છે. ગત વિધાનસભા સત્ર દરમિયાન 8388 ઓરડાની અછત હતી. જે ઘટ વધીને આ વર્ષે 16147 થઇ છે. જે ચિંતાનજક છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.