Not Set/ અમે પાવર માટે ગઠબંધનમાં નહોતા જોડાયા,કાશ્મીરની પ્રજા પર સખતાઇ કરવામાં આવી:મહેબુબા મુફ્તી

શ્રીનગર જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા પછી પીડીપીના નેતા મહેબુબા મુફ્તીએ કહ્યું કે ભાજપના આ નિર્ણયથી મને આશ્ચર્ય નથી થયું. અમે સત્તાના પાવર માટે ગઠબંધન નહોતું કર્યું. આ ગઠબંધનના ઘણા હેતુ હતા. મહેબુબા  મુફ્તીએ કહ્યું કે મેં રાજ્યપાલને એ કહીને રાજીનામું સોંપ્યુ કે અમે ગઠબંધનનો વધુ વિકલ્પ નથી જોતા. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ […]

Top Stories India Trending
pm modi 10 અમે પાવર માટે ગઠબંધનમાં નહોતા જોડાયા,કાશ્મીરની પ્રજા પર સખતાઇ કરવામાં આવી:મહેબુબા મુફ્તી

શ્રીનગર

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા પછી પીડીપીના નેતા મહેબુબા મુફ્તીએ કહ્યું કે ભાજપના આ નિર્ણયથી મને આશ્ચર્ય નથી થયું. અમે સત્તાના પાવર માટે ગઠબંધન નહોતું કર્યું. આ ગઠબંધનના ઘણા હેતુ હતા.

મહેબુબા  મુફ્તીએ કહ્યું કે મેં રાજ્યપાલને એ કહીને રાજીનામું સોંપ્યુ કે અમે ગઠબંધનનો વધુ વિકલ્પ નથી જોતા. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ મંગળવારે શ્રીનગરમાં પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીએ પ્રેસ કોન્ફરન્સ કરી પોતાનો પક્ષ રજુ કર્યો
હતો.

મહેબુબાએ કહ્યું કે ભાજપ અને પીડીપી એમ બંને પાર્ટીઓએ એક સાથે કામ કરવાનું વાતાવરણ ઉભુ કરવામાં ઘણો સમય લાગી ગયો. અમે ઘાટીમાં અમન શાંતિ ઇચ્છતા હતા. તાકાતના જોરે લોકોને દબાવવા નહોતા માંગતા.

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, મુફ્તી સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. આ સરકારમાં સીઝફાયર, પીએમનો પાકિસ્તાન પ્રવાસ, 11 હજા યુવાનો સામેના કેસ પાછા લેવાયા હતા.

મહેબુબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર આડકતરો પ્રહાર કરતાં કહ્યું કે, એક વાત તો સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીરમાં કડકાઈની રાજનીતિ ચાલી શકે નહીં. એ સમજવું પડશે કે જમ્મુ-કાશ્મીર દુશ્મનોનું ક્ષેત્ર નથી. અમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને સાથે રાખવાનો પ્રયાસ કર્યો. મહબુબા મુફ્તીએ  કલમ 370ના અમલનો પણ ઉલ્લેખ કરીને ભાજપ સરકાર પર આડકતરા પ્રહારો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠકમાં પીડીપી સરકારને આપેલું સમર્થન પાછું લેવાનો નિર્ણય લેવાયો હતો. ભાજપના ચીફ અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ભાજપના બધા નેતાઓનો મત જાણ્યો અને પછી પાર્ટીએ
સરકારથી અલગ થવાનો નિર્ણય કર્યો.

ભાજપ મહાસચિવ રામ માધવ, કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહ અને જમ્મુ-કાશ્મીરના બીજા નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ
કરી સમર્થન પાછું લેવાના નિર્ણયનું ઠીકરું મહેબૂબા મુફ્તી પર ફોડ્યું. ભાજપના નેતાઓએ મહેબૂબા પર આતંકવાદી ઘટનાઓ રોકવામાં નિષ્ફળ રહ્યાનો આરોપ લગાવ્યો.