Not Set/ જુઓ, વિધાનસભાની ચુંટણી પહેલા રાજકીય પાર્ટીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત

ગુજરાત ચુંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો માટે રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ૨૧ મી સદીનો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ ગણાય છે, જ્યાં સમયાંતરે પરિવર્તનની સાથે જ પર્યાપ્ત જ્ઞાનનું પણ અનેરુ મહત્વ છે, ત્યારે તમારા વિસ્તારના ભાવિ MLA ની શૈક્ષણિક લાયકાત વિષે તમને મંતવ્ય ન્યુઝ […]

Top Stories
BJP Congress 2 જુઓ, વિધાનસભાની ચુંટણી પહેલા રાજકીય પાર્ટીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત

ગુજરાત ચુંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો માટે રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ૨૧ મી સદીનો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ ગણાય છે, જ્યાં સમયાંતરે પરિવર્તનની સાથે જ પર્યાપ્ત જ્ઞાનનું પણ અનેરુ મહત્વ છે, ત્યારે તમારા વિસ્તારના ભાવિ MLA ની શૈક્ષણિક લાયકાત વિષે તમને મંતવ્ય ન્યુઝ માહિતગાર કરી રહ્યું છે.

બંને રાષ્ટ્રીય પક્ષો દ્વારા યાદીમાં તમારા વિસ્તારના કેટલાક ભાવિ mla સ્નાતક, અનુ સ્નાતક છે જયારે કેટલાક mla ને રાજ્યને ચલાવવા શૈક્ષણિક લાયકાત બાજુમાં મૂકીને મેટ્રિક પણ પાસ ન હોય તેવા ઉમેદવારોને ગુજરાતના ભાવિ નક્કી કરવાની તક આપી છે.

61826594 જુઓ, વિધાનસભાની ચુંટણી પહેલા રાજકીય પાર્ટીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત

આ લીસ્ટમાં કોંગ્રેસ પાર્ટીએ મણીનગર બેઠક પરથી ૩૪ વર્ષીય સ્વેતા બ્રમભટ્ટને ટિકિટ આપી સૌને ચોકાવી દીધા હતા. સ્વેતા બ્રમભટ્ટે લંડનની બિઝનેસ સ્કુલમાં માસ્ટર અને આઇઆઇએમ માંથી પોલીટીકલ લીડરશીપનો અભ્યાસ કર્યો છે. આ યાદીમાં ઠક્કર બાપાનગર બેઠકના ભાજપના ઉમેદવાર વલ્લભ કાકડીયા ધોરણ.૪ પાસ છે જ્યારે બાપુનગરની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ માત્ર નવ પાસ છે.

ભાજપે ત્રણ ઈજનેર મેદાને ઉતાર્યા છે જેમાં ભુપેન્દ્ર પટેલ ડીપ્લોમાં ઈન સિવિલ એન્જિનિયરિંગ, વેજલપુરથી ઉમેદવાર કિશોર ચૌહાણ ડીપ્લોમાં ઈન પ્રિન્ટીંગ ટેક્નોલોજી તથા અમરાઈવાડીથી ઉમેદવાર હસમુખ પટેલ ડીપ્લોમા ઈન ટેક્સટાઈલ મેન્યુફેક્ચરિંગનો અભ્યાસ કર્યો છે.

– ભાજના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત

  •  ભુપેન્દ્ર પટેલ (ઘાટલોડીયા)             :   ડીપ્લોમાં ઈન સિવિલ એન્જિનિયરિંગ
  • પ્રદીપસિંહ જાડેજા (વટવા )             :   બી.એસ.સી (કેમેસ્ટ્રી)
  • બલરામ થાવાણી (નરોડા)              :   માધ્યમિક
  • વલ્લભ કાકડીયા (ઠક્કર બાપાનગર)   :   ધો.૪  પાસ
  • હસમુખ પટેલ  (અમરાઈવાડી)         :   ડીપ્લોમા ઈન ટેક્સટાઈલ મેન્યુફેક્ચિંરગ
  • જગરૃપસિંહ રાજપુત  (બાપુનગર )    :    એલ.એલ.બી
  • રાકેશ શાહથી  (એલીસબ્રીજ)         :    બી.કોમ અ
  • અરવિંદ પટેલ   (સાબરમતી)          :    એસ.એસ.સી

 – કોંગ્રેસના ઉમેદવારની શૈક્ષણિક લાયકાત

  •   નીતિન પટેલ  (નારણપુર)             :      બી.કોમ. પ્રથમ વર્ષ
  •  ઓમપ્રકાશ તિવારી  (નરોડા)         :      બી.એ
  • હિમંતસિહ પટેલ  (બાપુનગર)          :     ધો.૯ પાસ
  • શ્વેતા બ્રહ્મભટ્ટ (મણીનગરથી)           :     માસ્ટર
  • શૈલેષ પરમાર  (દાણીલીમડા)           :    બી.એડ
  • જીતેન્દ્ર પટેલ  (સાબરમતી)              :   એમ.એસ (ઓર્થો)
  • શશીકાંત પટેલ   (ઘાટલોડીયા)          :   એસ.એસ.સી
  • વિજય દવે  (એલીસબ્રીજ)               :   પી.એચડી
  • અરવિંદ ચૌહાણ  (અમરાઈવાડી)        :   એચ.એસ.સી
  • ઈન્દ્રવિજયસિંહ ગોહીલ  (નિકોલ)        :   પી.એચડી
  • બાબુભાઈ માંગુકીયા (ઠક્કર બાપાનગર) :  એલ.એલ.બી