Not Set/ આમ્રપાલી ગ્રુપે 40 કરોડ ના આપતા ધોનીએ સુપ્રીમ કોર્ટમાં કરી પિટિશન

દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સીનયર ખેલાડી એમએસ ધોની સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.જાણીતા આમ્રપાલી ગ્રુપે બ્રાંડિંગ અને માર્કેટિંગના બદલામાં એમએસ ધોનીને રૂ. 40 કરોડની રકમ ચૂકવી નથી.ધોનીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી આમ્રપાલી ગ્રુપ પાસે 40 કરોડ માંગ્યા છે.હજારો ઠગયેલા  ખરીદીદારો પછી માહીએ હવે તેમની બાકી રકમની માંગ માટે સર્વોચ્ચ અદાલતમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. […]

Top Stories Trending Sports
maoo 1 આમ્રપાલી ગ્રુપે 40 કરોડ ના આપતા ધોનીએ સુપ્રીમ કોર્ટમાં કરી પિટિશન

દિલ્હી,

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સીનયર ખેલાડી એમએસ ધોની સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.જાણીતા આમ્રપાલી ગ્રુપે બ્રાંડિંગ અને માર્કેટિંગના બદલામાં એમએસ ધોનીને રૂ. 40 કરોડની રકમ ચૂકવી નથી.ધોનીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી આમ્રપાલી ગ્રુપ પાસે 40 કરોડ માંગ્યા છે.હજારો ઠગયેલા  ખરીદીદારો પછી માહીએ હવે તેમની બાકી રકમની માંગ માટે સર્વોચ્ચ અદાલતમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

અહિયાં જાણો શું છે સમગ્ર મામલો?

2009 માં, ધોનીએ અમ્રપાલી ગ્રુપથી સમજુતી કરાર  કર્યો અને કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. તેઓ આ સમૂહ સાથે છ વર્ષ સુધી સંકળાયેલો રહ્યા,પરંતુ 2016 માં, જ્યારે કંપની પર ખરીદદારોને છેતરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તેમણે પોતાને આમ્રાપાલી ગ્રુપથી અલગ કરી દીધા હતા.

ધોનીની પત્ની ગ્રુપના ચેરિટી પ્રોગ્રામ સાથે પણ સંકળાયેલી હતી. આમ્રપાલી ગ્રુપ પર પ્રહાર કરતા સુપ્રીમ કોર્ટે 28 મી ફેબ્રુઆરીના રોજ તેના સીઈઓઅનિલ શર્મા અને બે ડાયરેકટર શિવ દેવવાની અને અજય કુમારને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

ધોનીએ શું કહ્યું?

આ કંપનીની અનેક એડમાં જોવા મળી રહેલા ધોનીએ કોર્ટને કહ્યું કે આમ્રપાલી ગ્રુપ તેમની સાથે ઘણાં કરારો કર્યા છે, પરંતુ તેમણે તેમની સેવાઓ માટે ચૂકવણી કરી નથી.આમ્રપાલી ગ્રૂપ પાસે 38.95 કરોડનું બાકીનું ઋણ છે, જેમાંથી 22.53 કરોડ રૂપિયાનું ભંડોળ છે અને વ્યાજ રૂ. 16.42 કરોડ હશે, જેની ગણતરી 18 ટકા વાર્ષિક સામાન્ય વ્યાજ સાથે કરવામાં આવે છે.