Not Set/ MBBS વિદ્યાર્થી આનંદો, 3 વર્ષની જગ્યાએ 1 વર્ષ ગામડામાં સેવા આપવી પડશે

મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં મેડિકલના વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવ્યા બાદ 3 વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવી પડે નહિઁ. આ સમય મર્યાદા ઘટાડી અને 3 વર્ષની જગ્યાએ 1 વર્ષ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા લેવાતાં રૂ.5 લાખના બોન્ડની સાથે વધારાની રૂ.15 લાખની વધારાની બેંક ગેરન્ટી આપવાની રહેશે. ગ્રામ્ય […]

Top Stories Gujarat Others

મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં મેડિકલના વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવ્યા બાદ 3 વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવી પડે નહિઁ. આ સમય મર્યાદા ઘટાડી અને 3 વર્ષની જગ્યાએ 1 વર્ષ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા લેવાતાં રૂ.5 લાખના બોન્ડની સાથે વધારાની રૂ.15 લાખની વધારાની બેંક ગેરન્ટી આપવાની રહેશે. ગ્રામ્ય સ્તરે એક વર્ષ માટે સેવાઓ ન આપવી હોય તો તબીબોએ રૂ.20 લાખ રાજ્ય સરકારમાં ભરવાના રહેશે.

Dy Cm નીતિન પટેલના જણાવ્યા અનુસાર, સરકારી લાભ મેળવીને એમબીબીએસ થયેલા વિદ્યાર્થીઓએ હવે 5 લાખના બોન્ડ અને 15 લાખની ગેરંટી આપવી પડશે. એમ કુલ રૂ.20 લાખની ગેરંટી રૂ.300ના સ્ટેમ્પ પર આપવી પડશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ વર્ષને બદલે એક વર્ષની સેવા આપવાની રહેશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલોમાં તબીબોની ઘટને પહોંચી વળવા માટે ધારાસભ્યયો અને નાગરિકો દ્વારા મળેલ રજુઆતોને ધ્યાને લઇને આ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્ય સરકાર સંચાલિત મેડીકલ કોલેજોમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવીને અભ્યાસ કરતાં હોય છે તેઓને ગામડામાં ત્રણ વર્ષની ફરજીયાત નોકરી અને રૂ.5 લાખના બોન્ડ લેવામાં આવે છે

રાજ્યના આરોગ્ય કેન્દ્રોમાં ખાલી રહેલી જગ્યાઓ અંગે ગત બજેટ સત્ર દરમિયાન નીતિન પટેલે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, રાજ્યની સરકારી-જનરલ હોસ્પિટલમાં 4,644 ખાલી જગ્યાઓમાં વર્ગ-2 અને 4ના કર્મચારીઓની ભરતી થઇ નથી, તો બીજી તરફ રાજ્ય સરકારની જનરલ હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મંજૂર થયેલી જગ્યાઓ પૈકી કેટલી જગ્યાઓ ભરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.