Not Set/ અમદાવાદ/ ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે શું નિર્ણય કરાયો..?

અમદાવાદમાં કોરોના વાયરસનો બોમ્બ દિવસેને દિવસે ફાટ્યો છે, ત્યારે છેલ્લા કેટલાંક દિવસોથી શહેરમાં અષાઢી બીજના દિવસની રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. 23મી જૂને નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે ત્યારે આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે  જલયાત્રાની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. 5 જૂને અમદાવાદમાં જલયાત્રા […]

Ahmedabad Gujarat
cad02ebc5f1beb6659b7c7d6924b4bbe અમદાવાદ/ ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે શું નિર્ણય કરાયો..?
cad02ebc5f1beb6659b7c7d6924b4bbe અમદાવાદ/ ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે શું નિર્ણય કરાયો..?

અમદાવાદમાં કોરોના વાયરસનો બોમ્બ દિવસેને દિવસે ફાટ્યો છે, ત્યારે છેલ્લા કેટલાંક દિવસોથી શહેરમાં અષાઢી બીજના દિવસની રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. 23મી જૂને નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે ત્યારે આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે

 જલયાત્રાની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. 5 જૂને અમદાવાદમાં જલયાત્રા યોજાશે. 5 જૂને નીકળનારી જલયાત્રામા ભક્તો જોડાઈ શકશે નહીં, જેથી જગતના નાથની જલયાત્રામાં ભક્તોને પ્રવેશ ના આપવાનો નિર્ણય તેમને દુ: પહોંચાડનારો બન્યો છે. તમને જણાવીએ કે, અમદાવાદમાં દર્ વર્ષે જલયાત્રામાં 2થી 3 હજાર ભક્તો તેમજ સાધુ સંતો જોડાતા હોય છે. પરંતુ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખી મંદિરના સૌથી મોટો નિર્ણય લીધો છે. મંદિરના ગાદીપતિ તેમજ મંદિર ટ્રસ્ટના લોકો જલયાત્રામાં હાજર રહી રહેશે. સાબરમતિના સોમનાથ ભૂદરના આરે માત્ર મંદિર ટ્રસ્ટ અને ગાદીપતિ ગંગાપુજન કરી કરશે.

અત્રે ઉલ્લેખનીય છેકે, 23મી જૂને નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે 17 મે લોકડાઉન ખુલ્યા બાદ સરકાર સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કર્યા બાદ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રા અંગેનું આયોજન કરવામાં આવશે. રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા અને રથયાત્રામાં કેટલા લોકોને જોડવા અને કઈ રીતે યોજવી તેનું સરકાર સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.

આવનારી 20 મેં ના રોજ ટ્રસ્ટી મંડળની મિટિંગ યોજાશે અને જેમાં રથયાત્રા નીકળશે કે નહિ તેને લઇ મહત્વનો નિર્ણય કરવામાં આવશે. રથયાત્રા તો નીકળશે પરંતુ રથમાં માત્ર મંદિરના મહારાજ અને પુજારીઓ હાજર રહેશે. નગરજનોને ટીવી ચેનલોના માધ્યમથી રથ યાત્રા નિહાળવા માટેની માનસિક તૈયારીઓ રાખવા હાલ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.