Not Set/ કચ્છમાં એલર્ટ વચ્ચે પશ્ચિમ કચ્છ પોલીસની કવાયત, બૉમ્બ સ્કવોડ,ડોગ સ્કવોડ અને પોલીસ જવાનો સાથે ચેકીંગ

કચ્છ, જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલા બાદ કચ્છમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કચ્છમાં એલર્ટ વચ્ચે પશ્ચિમ કચ્છ પોલીસની કવાયત કરવામાં આવી છે અને ભજુના મહત્વના સ્થળોએ પોલીસ દ્વારા સઘન ચેકીંગ  કરવામાં આવ્યું હતું. સાથે જ બૉમ્બ સ્કવોડ,ડોગ સ્કવોડ અને પોલીસ જવાનો ચેકીંગમાં આવ્યા હતા અને રેલ્વે, એરપોર્ટ ,બસ સ્ટેશન સહિત બંદરો અને જાહેર […]

Top Stories Gujarat Others
mantavya 273 કચ્છમાં એલર્ટ વચ્ચે પશ્ચિમ કચ્છ પોલીસની કવાયત, બૉમ્બ સ્કવોડ,ડોગ સ્કવોડ અને પોલીસ જવાનો સાથે ચેકીંગ

કચ્છ,

જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલા બાદ કચ્છમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કચ્છમાં એલર્ટ વચ્ચે પશ્ચિમ કચ્છ પોલીસની કવાયત કરવામાં આવી છે અને ભજુના મહત્વના સ્થળોએ પોલીસ દ્વારા સઘન ચેકીંગ  કરવામાં આવ્યું હતું.

સાથે જ બૉમ્બ સ્કવોડ,ડોગ સ્કવોડ અને પોલીસ જવાનો ચેકીંગમાં આવ્યા હતા અને રેલ્વે, એરપોર્ટ ,બસ સ્ટેશન સહિત બંદરો અને જાહેર સ્થળો પર ચેકીંગ કરયું હતું.

મહત્વનું છે કે,સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કચ્છમાં એલર્ટ વચ્ચે પાકિસ્તાન સાથે વાત કરનારા 2 યુવાન એજન્સીની રડારમાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી. પશ્વિમ કચ્છના નખત્રાણા તાલુકાના બે યુવાનો પાકિસ્તાનમાં સેટેલાઇટ ફોન સાથે વાત કરતા હોવાની વિગતો સામે આવી હતી.

એવી પણ માહિતી મળી હતી કે આ યુવાનોને ભુજ ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરીએ ખસેડાયા છે. હાલ તો બંને યુવાનોની SOG માં સઘન પૂછપરછ કરવામાં આવી.

હાલ તો પ્રાથમિક તપાસમાં હજી સુધી કાઈ શંકાસ્પદ ખુલવા પામ્યું નથી. દરમિયાન મળતી વિગતો મુજબ, બે યુવાનો પૈકી એક યુવાનની ત્રણ બહેનોના પાકિસ્તાનમાં લગ્ન થયા હોઈ તેમની સાથે વાત કરવામાં આવી હોવાનું પણ ખુલ્યું છે.

અલબત્ત, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.તપાસ પૂર્ણ થયા બાદ પોલિસ દ્વારા સતાવાર માહિતી આપવામાં આવશે.