Bihar/ તેજસ્વીનો આરોપ – જનતાએ અમને આપ્યો મત છતા ચૂંટણીપંચે અમને કર્યા પરાજિત

બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ તેજસ્વી યાદવ આજે આરજેડી ધારાસભ્ય પક્ષની બેઠકમાં ધારાસભ્ય પક્ષનાં નેતા તરીકે ચૂંટાયા છે. તેજસ્વી યાદવની માતા અને ભૂતપૂર્વ સીએમ રાબડી દેવીનાં નિવાસસ્થાને આરજેડી નેતાઓની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાબડી દેવીનાં નિવાસસ્થાને યોજાઇ બેઠક, તેજસ્વી યાદવ પસંદ કરાયા… ધારાસભ્ય પક્ષનાં નેતા તરીકે ચૂંટાયા પછી તેજસ્વી યાદવે કહ્યું […]

Top Stories India
asdq 39 તેજસ્વીનો આરોપ - જનતાએ અમને આપ્યો મત છતા ચૂંટણીપંચે અમને કર્યા પરાજિત

બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ તેજસ્વી યાદવ આજે આરજેડી ધારાસભ્ય પક્ષની બેઠકમાં ધારાસભ્ય પક્ષનાં નેતા તરીકે ચૂંટાયા છે. તેજસ્વી યાદવની માતા અને ભૂતપૂર્વ સીએમ રાબડી દેવીનાં નિવાસસ્થાને આરજેડી નેતાઓની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાબડી દેવીનાં નિવાસસ્થાને યોજાઇ બેઠક, તેજસ્વી યાદવ પસંદ કરાયા…

ધારાસભ્ય પક્ષનાં નેતા તરીકે ચૂંટાયા પછી તેજસ્વી યાદવે કહ્યું કે, લોકોએ પરિવર્તન માટે મત આપ્યો છે, આરજેડી અને મહાગઠબંધનને મત આપ્યો છે પરંતુ ચૂંટણી પંચે અમને પરાજિત કર્યા છે. તેજસ્વીએ કહ્યું કે, જો નીતિશ કુમારની અંતરઆત્મા અને નૈતિકતા બાકી છે, તો જોડ-તોડ, ગુણા-ભાગ કરીને તેમણે મુખ્યમંત્રીની ખુરશી પર બેસવાનો પ્રયત્ન કરવો ન જોઇએ અને મુખ્યમંત્રીની ખુરશીથી ઉતરી જવુ જોઇએ. તેજસ્વી યાદવે કહ્યું કે, બિહારનો નિર્ણય અમારા પક્ષમાં છે. તેજસ્વીએ કહ્યું, “હું નતમસ્તક થઇને બિહારનાં લોકોનો આભાર માનું છું.” જનતાએ પોતાનો ચુકાદો આપ્યો અને ચૂંટણી પંચે તેનું પરિણામ આપ્યું. લોકોનો નિર્ણય મહાગઠબંધનની તરફેણમાં છે પરંતુ ચૂંટણી પંચનું પરિણામ એનડીએની તરફેણમાં છે. તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ આરજેડી સૌથી મોટી પાર્ટી રહી. વધુમા તેમણે કહ્યુ કે, કેટલાક લોકો ખુરશી પર બેઠા છે પરંતુ અમે લોકોનાં દિલમાં બેઠા છીએ. તેજસ્વીએ એમ પણ કહ્યું હતું કે, 2015 માં લોકોએ અમારી તરફેણમાં મત આપ્યો હતો, પરંતુ તે પછી પણ આદેશનો અપમાન કરવામાં આવ્યો હતો અને તે ફરી એકવાર થઈ રહ્યું છે.

મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ ફેન્સે ડી વિલિયર્સને આપી આ સલાહ

રાષ્ટ્રીય જનતા દળ સતત ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ લગાવી રહી છે. વળી આરજેડીનાં ધારાસભ્યોમાં હજી પણ સરકાર બનાવવાની આશા છે. આરજેડીનાં વિજેતા ધારાસભ્ય આરજેડી વિધાનસભા પક્ષની બેઠકમાં પહોંચ્યા હતા. ધારાસભ્ય લલિત યાદવે અહીં કહ્યું કે, અમારા સાથી પક્ષોનાં લોકો ચૂંટણી પહેલા અમારી પાસેથી દૂર ગયા હતા, જો તેઓ અમારી સાથે પાછા આવે તો. અન્ય ઘણા ધારાસભ્યોએ એમ પણ કહ્યું હતું કે તેઓએ સરકાર બનાવવાની આશા છોડી નથી.