Ahmedabad/ આજે જગન્નાથ મંદિરમાં રથની પૂજા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત

અમદાવાદમાં 7 જુલાઈના રોજ જગન્નાથ યાત્રા નીકળવાની હોઈ તેના રથનું પૂજન આજે અખાત્રીજે કરવામાં આવશે. જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથની………..

Top Stories Gujarat India
Image 2024 05 10T085428.181 આજે જગન્નાથ મંદિરમાં રથની પૂજા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત

Ahmedabad News:  હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. જેને આપણે અખાત્રીજ તરીકે પણ ઓળખીએ છીએ. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ અખાત્રીજ એટલે વણજોયેલું મુહૂર્ત કહેવાય છે, અર્થાત આ દિવસે કોઈ પણ સમયે શુભ કાર્યનો આરંભ કરી શકાય છે. ત્યારે અમદાવાદ શહેરમાં જગન્નાથ મંદિરમાં રથોનું ચંદનથી પૂજન કરવામાં આવશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથની ચંદનથી પૂજા કરવામાં આવશે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.

WhatsApp Image 2024 05 10 at 8.52.34 AM આજે જગન્નાથ મંદિરમાં રથની પૂજા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત

અમદાવાદમાં 7 જુલાઈના રોજ જગન્નાથ યાત્રા નીકળવાની હોઈ તેના રથનું પૂજન આજે અખાત્રીજે કરવામાં આવશે. જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથની ચંદનથી પૂજા કરવામાં આવશે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા નવનિર્માણ પામેલા રથોની પૂજા કરશે.

આ વિશેષ પૂજામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ શહેરના મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઉપસ્થિત રહેશે. આ વર્ષે અમદાવાદમાં 147મી રથયાત્રા નીકળશે, ત્યારે આજે ભગવાનના રથની ચંદનથી પૂજા કરવામાં આવશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો