- CMOના PRO હિતેશ પંડ્યાએ આપ્યું રાજીનામું
- હિતેશ પંડ્યાએ આજે આપ્યું રાજીનામુ
- કિરણ પટેલ કેસમાં તેમના પુત્રનું નામ સામે આવ્યું હતું
- હિતેશ પંડયાના પુત્ર અમિતનું નામ આવ્યું હતું સામે
- 31 માર્ચ હિતેશ પંડ્યાની ફરજનો અંતિમ દિવસ
Resigned: મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેષ પંડ્યાએ રાજીનામું આપી દીધું છે. તેમના પુત્રનું નામ કિરણ પટેલના કેસમાં સંડોવાતાં હિતેષ પંડ્યાએ રાજીનામુંં આપ્યું છે. ઉલ્લેખનીય છે કે 31 માર્ચે હિતેષ પંડ્યાની ફરજનો અંતિમ દિવસ હશે.
નોંધનીય છે કે મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેષ પંડ્યાના (Resigned) પુત્રનું નામ કિરણ પટેલના કેસમાં સંડોવાતાં હિતેષ પંડ્યાએ દિલ્હી જાણ કરીને કહ્યું છે કે તેમની સેવાઓ અંગે જે નિર્ણય લેવાય એ તેમને મંજૂર રહેશે. આ તરફ તેમની પાસેથી રાજીનામું લઈ લેવાયું હોવાની ચર્ચા છે. સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, હિતેષ પંડ્યાએ તેમને સત્તાવાર રીતે અપાયેલો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. હિતેષ પંડ્યા અહીં પરિવાર સાથે રહેતા નથી, તેઓ શેલામાં રહે છે.
ઉલ્લેખનીય છે કે હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા ભાજપના પ્રાથમિક સભ્ય છે. તેમની નિમણૂક પ્રદેશ ભાજપે સોશિયલ મીડિયા સેલમાં કરી હતી. આ વિવાદ બહાર આવતાં ભાજપે અમિતને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી સોશિયલ મીડિયા સેલમાંથી દૂર કર્યા છે.
મહાઠગ કિરણ પટેલના કિસ્સામાં મુખ્યમંત્રી કાર્યાલયના જન સંપર્ક અધિકારી હિતેષ પંડ્યાના પુત્ર અમિતનું નામ બહાર આવતાં હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાર્યાલયમાં કામ કરતા તમામ હંગામી કર્મચારીઓને ઓફિસ અવર્સ દરમિયાન મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કર્મચારીઓ સરકારે ભરતી કરેલા નથી, પરંતુ હંગામી ધોરણે સેવા પર લેવાયા છે. આ કર્મચારીઓને કચેરીના કામકાજના કલાકો દરમિયાન માત્ર ઇન્ટરકોમનો જ ઉપયોગ કરવાનો રહેશે
