Morabi News/ ફરજ પણ અને સેવા પણ! મોરબીના બૂથો પર પોલીસ જવાનો બન્યા વડીલોનો સહારો

Morbiમાં મતદાન દરમિયાન પોલીસ જવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અશક્ત અને વૃદ્ધ મતદારોને વ્હીલચેર કે હાથ પકડીને મતદાન મથકની અંદર પહોંચાડતા જવાનોની પ્રશંસા થઈ રહી છે.

Others Top Stories Gujarat
Morbi Police Humanity:

Morbi Police Humanity: લોકશાહીના મહાપર્વ નિમિત્તે આજે મોરબી જિલ્લામાં મતદાનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન મોરબી જિલ્લા પોલીસનો એક અનોખો અને માનવીય ચહેરો સામે આવ્યો છે. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસ આજે મતદાન મથકો પર વૃદ્ધો અને અશક્ત નાગરિકો માટે દેવદૂત સમાન સાબિત થઈ છે.

Morbi : કોઈપણ રીતે મતદાર ન છૂટવો જોઈએ!

મોરબી જિલ્લાના વિવિધ મતદાન મથકો પર આજે હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં શારીરિક રીતે અશક્ત અથવા અતિશય વૃદ્ધ હોય તેવા મતદારો જ્યારે બૂથ સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવતા હતા ત્યારે ત્યાં તૈનાત પોલીસ જવાનો તેમની વહારે આવ્યા હતા. અનેક જગ્યાએ પોલીસ જવાનોએ આ વૃદ્ધોના હાથ પકડીને તેમને આદરપૂર્વક મતદાન મથક સુધી દોરી ગયા હતા, એટલું જ નહીં પણ જ્યાં વ્હીલચેરની સુવિધા નહોતી અથવા રસ્તો ઉબડ-ખાબડ હતો ત્યાં જવાનોએ માનવતા મહેકાવીને વૃદ્ધોને પોતાની ગોદમાં તેડી લીધા હતા અને છેક ઈવીએમ (EVM) સુધી પહોંચાડ્યા હતા.

સોશિયલ મીડિયા પર પોલીસની કામગીરીના વારણા

પોલીસ જવાનોની આ સેવાની તસવીરો અને વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યા છે. લોકો પોલીસના આ સંવેદનશીલ અભિગમની મુક્ત કંઠે પ્રશંસા કરી રહ્યા છે. મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જવાનોને પહેલેથી જ સૂચના આપવામાં આવી હતી કે સુરક્ષાની સાથે-સાથે મતદારોની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવું. પોલીસની આ મદદને કારણે એવા ઘણા નાગરિકો મતદાન કરી શક્યા જેઓ શારીરિક મર્યાદાને કારણે ઘરે રહેવાનું વિચારી રહ્યા હતા.

“સેવા, સુરક્ષા અને શાંતિ”ના સૂત્રને સાર્થક કર્યું

પોલીસના આ માનવીય અભિગમે જનતા અને પોલીસ વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે. માત્ર કડકાઈ જ નહીં પણ જરૂર પડ્યે નરમાઈ અને સેવા પણ પોલીસના લોહીમાં છે તે આજે મોરબીના જવાનોએ સાબિત કરી દીધું છે. આમ, મોરબી પોલીસે લોકશાહીના આ પર્વને સાચા અર્થમાં માનવતાથી મહેકાવ્યો છે.


આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા

આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું