Kheda News: ખેડા જિલ્લાના માતર નજીક ભારે વરસાદ વચ્ચે સર્જાયેલા કરુણ અકસ્માત (Kheda Matar Accident)માં અમદાવાદના એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે, જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોને ફાયર બ્રિગેડની ટીમે જીવતા બચાવી લીધા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
Kheda Matar Accident: ખેડામાં વરસાદી પાણીમાં કાર ગરનાળામાં ખાબકી
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ જતાં કારનો ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર રસ્તા પરથી સરકીને ગરનાળામાં ખાબકી ગઈ હતી. વરસાદી પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કાર પાણીમાં તણાઈ ગઈ હતી.
અકસ્માત (Kheda Matar Accident)ની જાણ થતાં જ સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કારમાં ફસાયેલા બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડ અને બચાવ ટીમે લાંબી મહેનત બાદ રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેય લોકો અમદાવાદના એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસે અકસ્માત (Kheda Matar Accident) અંગે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ભારે વરસાદ, પાણીનો તેજ પ્રવાહ અને રસ્તા પર સર્જાયેલી જોખમી પરિસ્થિતિ અકસ્માતનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાયેલા રસ્તાઓ અને ગરનાળાઓ પાસેથી પસાર થતાં વાહનચાલકોને વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચો:રતમાં અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ: ગડત ખાતે જળસ્તર રેકોર્ડ સપાટીએ, CWCનું રેડ એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં મેઘતાંડવનું મહાસંકટ: ૩ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો આગામી 6 દિવસની આગાહી
