Ahmedabad District Rain: અમદાવાદ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને (Ahmedabad Flood) પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ (Rescue Operation) એલર્ટ મોડમાં છે. નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિવિધ તાલુકાઓમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
Ahmedabad Flood : સાણંદમાં 110 વિચરતી જાતિના નાગરિકોનું સુરક્ષિત રેસ્ક્યુ

સાણંદ તાલુકાના (Sanand Flood) વાસણા વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં રહેતા વિચરતી જાતિના આશરે 110 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. તમામ લોકોને વાસણા-ચાચરાવાડી સ્થિત ખોડિયાર માતાજીના મંદિર પરિસરમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે ભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે.
વીરમગામમાં આશરે 100 લોકોને શાળામાં આશ્રય અપાયો

વીરમગામ તાલુકાના (Viramgam Rain) કોકતા ગામના આશરે 70 લોકો અને ગોરૈયા ગામના 25 જેટલા નાગરિકોને સાવચેતીના ભાગરૂપે ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તમામ લોકોને રહેવા, ભોજન અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
દસક્રોઈ અને ધોળકામાં પણ સુરક્ષિત સ્થળાંતર
દસક્રોઈ તાલુકાના કાસિન્દ્રા ગામમાં પાણીમાં ફસાયેલા 15 બાળકો સહિત કુલ 41 લોકોને કન્યાશાળામાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે ધોળકા તાલુકાના રનોડા ગામમાં બળિયાદેવ મંદિર વિસ્તારના 53 નાગરિકોને શાળાના મકાનમાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
શેલ્ટર હોમમાં ભોજન, પીવાનું પાણી અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉભા કરાયેલા શેલ્ટર હોમમાં સ્થળાંતરિત નાગરિકો માટે ભોજન, પીવાનું શુદ્ધ પાણી અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તબીબી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી અસરગ્રસ્ત લોકોને કોઈ મુશ્કેલી ન પડે.
જિલ્લા કલેક્ટર સતત મોનિટરિંગ કરી રહ્યા છે
જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સમગ્ર વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તાલુકા કચેરીઓ, પ્રાંત કચેરીઓ અને સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને રાહત કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
24×7 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને પોલીસ હેલ્પલાઇન કાર્યરત
નાગરિકોની મદદ માટે જિલ્લા કક્ષાએ 24 કલાક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ (Ahmedabad Disaster Control Room) શરૂ કરવામાં આવ્યો છે. સહાય માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ – 079-27560511 અને જિલ્લા પોલીસ હેલ્પલાઇન – 6359626396 પર સંપર્ક કરી શકાય છે. જિલ્લા વહીવટી તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે
આ પણ વાંચો: વલસાડમાં પૂર વચ્ચે મેગા રેસ્ક્યુ ઓપરેશન: હેલિકોપ્ટરથી યુવકનો બચાવ, 12,754 લોકોનું સ્થળાંતર
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદનો પ્રચંડ કહેર: પારસનગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો દટાયા
આ પણ વાંચો: LIVE: અમદાવાદમાં વરસાદનો મહાકહેર: 10 અંડરબ્રિજ બંધ; AMCની વર્ક ફ્રોમ હોમની અપીલ
