દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર પહેલા કરતા ઘણી વધુ જોખમી દેખાઇ રહી છે. જેના કારણે દરરોજ ચેપગ્રસ્ત દર્દીઓનાં નવા રેકોર્ડ નોંધાઈ રહ્યા છે, મૃત્યુનાં કેસોમાં પણ કોઈ ઘટાડો થયો નથી. દરમિયાન, ભારતીય રેલ્વેનાં લગભગ એક લાખ કર્મચારીઓ કોરોનાનો ભોગ બની ચુક્યા છે.
રાજકારણ / દેશમાં કોરોના સંકટ વચ્ચે રાહુલ ગાંધીએ શરૂ કર્યુ #SpeakUpToSaveLives અભિયાન
કોરોના રોગચાળાની વચ્ચે ઓક્સિજન એક્સપ્રેસ ચલાવીને લાખો લોકોનો જીવ બચાવનાર ઈન્ડિયન એક્સપ્રેસ હવે કોરોનાની ઝપટમાં આવી ગઈ છે. વળી, હજારો લોકોનાં મોત નીપજ્યાં છે. એક વરિષ્ઠ રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસનાં સંક્રમણને કારણે 1952 રેલ્વે કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને દરરોજ 1,000 જેટલા કર્મચારીઓ સંક્રમિત થઇ રહ્યા છે. આ બાબત જોતા રેલ્વે બોર્ડનાં અધ્યક્ષ સુનીત શર્મા કહે છે કે, રેલ્વે અન્ય કોઈ રાજ્ય કે પ્રદેશથી અલગ નથી. તેમણે કહ્યું કે તે લોકોને પણ કોરોના સંક્રમણનાં કેસનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ પરિવહનનું કામ કરે છે અને લોકો સુધી માલ-સમાન લઈ જાય છે. દરરોજ લગભગ 1,000 કોવિડ કેસ નોંધાય છે. સુનીત શર્માએ વધુમાં માહિતી આપી હતી કે, રેલ્વેની પોતાની હોસ્પિટલો છે, જેમાં પથારીની સંખ્યા વધારી દેવામાં આવી છે, રેલ્વે હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે.
રાજકારણ / ભાજપનાં સાંસદ રાજીવ પ્રતાપ રૂડીની એમ્બ્યુલન્સ મામલે પોલ ખોલનાર પપ્પુ યાદવની ધરપકડ
સુનીત શર્માએ જણાવ્યું કે, હાલમાં આ હોસ્પિટલોમાં 4,000 રેલ્વે કર્મચારી અથવા તેમના પરિવારનાં સભ્યો દાખલ છે. ગયા વર્ષે માર્ચથી, 1952 રેલ્વે કર્મચારીઓનાં મોત કોરોના રોગચાળાથી થયા છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં ઓલ ઈન્ડિયા રેલ્વેમેન્સ ફેડરેશન નામનાં એક રેલકર્મીઓનાં ફેડરેશને રેલ્વે મંત્રી પિયુષ ગોયલને પત્ર લખીને માંગ કરી છે કે કોરોના રોગચાળા દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા રેલ્વે કર્મચારીઓનાં પરિવારોને ફ્રન્ટલાઈન કામદારોની જેમ વળતર આપવામાં આવે. તેમણે પત્રમાં એમ પણ કહ્યું હતું કે, ફ્રન્ટલાઈન કામદારો માટે જાહેર કરાયેલ મુજબ, આ કામદારો પણ 25 લાખ નહી પણ 50 લાખ રૂપિયાનું વળતરનાં હકદાર છે.

