રાજ્યસભા ઉપસભાપતિ માટે 9 ઓગસ્ટ થનારી ચૂંટણી સીધી રીતે એનડીએ વિરુદ્ધ કોંગ્રેસની થઇ ગઈ છે. કોંગ્રેસે બુધવારે બીકે હરિપ્રસાદ ને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. એનડીએ તરફથી જેડીયુ નેતા હરિવંશ ઉપસભાપતિ ઉમેદવાર છે. આંકડાઓની રમતમાં હાલ ભાજપના નેતૃત્વમાં એનડીએ આગળ છે. પહેલા ક્યાસ લગાવાઈ રહાયો હતો કે યુપીએ દ્વારા એનસીપીના વંદના ચવ્હાણને ઉમેદવાર બનાવી શકે છે. પરંતુ છેલ્લી ઘડીએ હરિપ્રસાદને ઉમેદવાર રૂપે પેશ કરવામાં આવ્યા હતા.
વરિષ્ઠ કોંગ્રેસી નેતા આનંદ શર્માએ બીકે હરિપ્રસાદ ને પાર્ટીના ઉમેદવાર ઘોષિત કર્યા છે. પોતાની ઉમેદવારીની ઘોષણા બાદ હરિપ્રસાદે કહ્યું કે પાર્ટીએ કઈંક વિચારીને જ એમનું નામ આ પદ માટે આગળ કર્યું હશે. એમણે કહ્યું કે અમે બધા વિપક્ષી દળો સાથે વાત કરીશું અને આગળની રણનીતિની ચર્ચા કરીશું.
Party must have taken this decision after a lot of thinking. We will talk to all the opposition leaders and discuss what is to be done: BK Hariprasad on reports that he will be Congress candidate for the post of Deputy Chairman in the Rajya Sabha pic.twitter.com/3JJmiee2gD
— ANI (@ANI) August 8, 2018
વળી, એનડીએ ઉમેદવાર હરીવંશે રાજ્યસભા ઉપસભાપતિ પદ માટે બુધવારે ફોર્મ ભર્યું હતું. એમના ફોર્મ ભરવાના સમયે આખું એનડીએ એકજુટ દેખાયું હતું. શિવસેના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
Delhi: JD(U) MP Harivansh files nomination for the Deputy Chairman of Rajya Sabha as the NDA candidate. pic.twitter.com/VK0SYm5QF9
— ANI (@ANI) August 8, 2018
રાજ્યસભામાં નંબરની વાત કરીએ તો આ મામલામાં એનડીએ આગળ જણાય રહ્યું છે. રાજ્યસભામાં ભાજપનો સ્કોર 116 સુધી પહોંચી ગયો છે. બીજેડી સાંસદોના સમર્થન બાદ આ આંકડો 123 થશે. ભાજપી મેનેજરોનો પ્રયાસ 125-128 વોટ મેળવવાનો છે. બીજેડીનું સમર્થન એનડીએ માટે મહત્વનું સાબિત થશે. જો એઆઈએડીએમકે (13), બીજેડી (9), ટીઆરએસ (6), વાયએસઆર કોંગ્રેસ (2) નું સમર્થન એનડીએ મળે છે તો એમની પાસે 126 માટે થઇ જશે.
As Telugu Desam Party & on behalf of our party president Chandrababu Naidu ji & our parliamentary party we have decided to support Mr. BK Hariprasad: YS Chowdary, TDP pic.twitter.com/LHK4lxfTqi
— ANI (@ANI) August 8, 2018
જણાવી દઈએ કે યુપીએ પાસે 118 વોટ છે. મોટા ભાગની વિપક્ષી પાર્ટીઓએ એનડીએ વિરુદ્ધ કોંગ્રેસને પોતાનો ઉમેદવાર ઉભો રાખવા કહ્યું હતું. કારણ કે કોઈ પણ ક્ષેત્રીય પાર્ટી પોતાનો ઉમેદવાર ઉભો રાખવા માંગતી નહતી.
