Not Set/ ઉન્નાવ રેપ પીડિતાની મદદ માટે દિલ્હી એમ્સમાં ઊભી કરાઇ અસ્થાયી અદાલત

ઉન્નાવ,  ઉન્નાવ રેપ પીડિતાનું નિવેદન લેવા બુધવારે એમ્સમાં ટેમ્પરેરી અદાલતની રચના કરવામાં આવી હતી. આ માટે ટ્રાયલ કોર્ટના જજ એમ્સ પહોંચ્યા છે. એમ્સમાં, હવે ટેમ્પરેરી કોર્ટ લગાવીને પીડિતાનું નિવેદન લેવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટે પીડિતાનું નિવેદન લેવા એમ્સના ટ્રોમા સેન્ટર પરિસરમાં ટેમ્પરેરી અદાલતનો આદેશ આપ્યો હતો. તે જોતાં બુધવારે ટેમ્પરેરી કોર્ટે પીડિતાનું નિવેદન લેવા એમ્સમાં કોર્ટ […]

Top Stories

ઉન્નાવ, 

ઉન્નાવ રેપ પીડિતાનું નિવેદન લેવા બુધવારે એમ્સમાં ટેમ્પરેરી અદાલતની રચના કરવામાં આવી હતી. આ માટે ટ્રાયલ કોર્ટના જજ એમ્સ પહોંચ્યા છે. એમ્સમાં, હવે ટેમ્પરેરી કોર્ટ લગાવીને પીડિતાનું નિવેદન લેવામાં આવશે.

દિલ્હી હાઈકોર્ટે પીડિતાનું નિવેદન લેવા એમ્સના ટ્રોમા સેન્ટર પરિસરમાં ટેમ્પરેરી અદાલતનો આદેશ આપ્યો હતો. તે જોતાં બુધવારે ટેમ્પરેરી કોર્ટે પીડિતાનું નિવેદન લેવા એમ્સમાં કોર્ટ લગાવી હતી.

28 જુલાઈના રોજ ઉન્નાવ રેપનો ભોગ બનેલા વ્યક્તિ એક માર્ગ અકસ્માતમાં ખરાબ ઇજાગ્રસ્ત થઈ હતી. બાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર, પીડિતાને ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એમ્સ) ના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. અગાઉ ઈજાગ્રસ્ત પીડિતની લખનઉની કિંગ જ્યોર્જ મેન્ડિકલ યુનિવર્સિટીમાં સારવાર ચાલી રહી હતી.

પીડિતાએ ધારાસભ્ય કુલદીપ સેંગર પર આરોપ લગાવ્યો છે કે તેણે 2017 માં તેના નિવાસ સ્થાને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. સેંગરને તાજેતરમાં જ ભાજપ દ્વારા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.

ત્યાર પછી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈને નિવેદન આપતી વખતે પીડિતાની કારને ટકરાતા ટ્રકના ડ્રાઈવર આશિષ પાલે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ટ્રક જુલાઇ 28 ના રોજ સ્લીપ ખાઈ ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે આરોપ છે કે આ ઘટના બળાત્કારના કેસમાં પીડિતાની હત્યાના ઇરાદે કરવામાં આવી છે.

कुलदीप सेंगर

ડ્રાઈવર આશિષ પાલે જણાવ્યું કે, ઘટનાના દિવસે તે રેતી ઉતારીને રાયબરેલી પરત ફરી રહ્યો હતો. પછી તેણે જોયું કે એક કાર રોંગ સાઈડથી આવી રહી છે. તેણે જણાવ્યું હતું કે તે 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રક ચલાવતો હતો. ડ્રાઈવર આશિષના કહેવા મુજબ તેણે બ્રેક મારવાની કોશિશ કરી હતી પરંતુ ટ્રક સ્લીપ ખાઈ ગઈ હતી અને કાર સાથે અથડાય હતી

આ અકસ્માતમાં ઉન્નાવ રેપ પીડિતા અને તેના વકીલને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં તેના બે સગાસંબંધીઓનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ પીડિતાની હાલત નાજુક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.