ગઢડાનો ગઢ કોના સીરે જશે તે થોડીવારમાં જ સામે આવી જશે. તેનુ પરિણામ હવે થોડા ક્ષણો બાદ સ્પષ્ટ થઇ જશે. ગઢડા ટેમ્પલ બોર્ડની ચુંટણીની મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. અહી બંન્ને પક્ષે પોતાના વિજયનો દાવો કર્યો છે.
ગઢડાનાં ગઢની અંદર આજે ઐતિહાસિક ચુંટણીનું પરિણામ આવવા જઇ રહ્યુ છે ત્યારે જ્યા મતગણતરી થઇ રહી હતી ત્યા પોલીસનો આજે ચાકતો બંદોંસ્ત જોવા મળ્યો હતો. આપને જણાવી દઇએ કે, 26 બુથો પર મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે ક્યાકને ક્યાક દેવપક્ષ 356 વોટથી આગળ હોય તેવા સમાચાર મળી રહ્યા છે. વળી આચાર્ય પક્ષનું કહેવુ છે કે, તે જ જીતનો તાજ પહેરશે.
