Gujarat Weather Update: ગુજરાત (Gujarat) માં છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 2–3 ડિગ્રી ઘટ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતા 5 દિવસમાં રાજ્યભરમાં ગરમીમાં 2–5 ડિગ્રી ઘટાડો થવાની સંભાવના છે, જે લોકો માટે રાહતરૂપ રહેશે.
ગુજરાત (Gujarat) માં 18 થી 20 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા
18થી 20 માર્ચ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં અનિયંત્રિત વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને 18 માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં હળવો વરસાદ નોંધાય તેવી શક્યતા છે.
અને તેમજ 19 માર્ચે કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે તેવી આગાહી છે.

ગિર સોમનાથ, દાહોદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં 20 માર્ચે હળવો વરસાદની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ માવઠું ખેડૂતોએ ઉપયોગી સાબિત થઈ શકે છે.
હવામાનની ચેતવણી: કમોસમી માવઠાથી પાકને ખતરો
ઉનાળુ પાક તૈયાર થતાં જ રાજ્યમાં કમોસમી માવઠું ખેડૂતો માટે સંકટનો કારણ બની શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌથી વધારે જોખમ કેરીના પાક પર છે. માવઠા અને પવનના કારણે કેરી પર મોર પડી શકે છે અને કેરીના ફળમાં ડાઘ ઉભા થઈ શકે છે.
અને આ ઉપરાંત, બાજરી, તલ, મગ અને ડુંગળી જેવા પાકો પણ આકાશી આફતના કારણે નુકસાન ભોગવી શકે છે. જો પવન સાથે માવઠું વરસે, તો તૈયાર પાક અડકી પડી શકે છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર! પાક સંગ્રહ ગોડાઉન બનાવવા હવે મળશે 2 લાખની સહાય
આ પણ વાંચો: ગુજરાતની ગગનચુંબી ઉડાન! ધોલેરાની ધરતી પરથી રાજ્યના પ્રથમ રોકેટનું સફળ લોન્ચિંગ
આ પણ વાંચો: ગુજરાતમાં 200થી વધુ IPS છતાં નિર્લિપ્ત રાયની જ કેમ ચર્ચા? જાણો અનોખો રેકોર્ડ
