Not Set/ જમ્મુ-કાશ્મીરમાં ૨૫૦ આતંકવાદીઓ ઘુષણખોરીની ફિરાકમાં, તમામ સુરક્ષાબળોના જવાનો હાઈ એલર્ટ પર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં હાલ લોકલ બોડી ઈલેકશનને લઈ માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે, બીજી બાજુ આ ચુંટણીના એક દિવસ પહેલા જ પાકિસ્તાન દ્વારા કરવામાં આવનારી મોટા કાવતરાનો ખુલાસો થયો છે. સેનાના એક અધિકારીના જણાવ્યા મુજબ, “કાશ્મીરમાં ઘાટીમાં હજી પણ અંદાજે ૩૦૦ આતંકીઓ સક્રિય છે અને અંદાજે ૨૫૦ આતંકીઓ બોર્ડર પર ઘુષણખોરીની ફિરાકમાં છે”. કુપવાડા કેરન […]

Top Stories India Trending

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં હાલ લોકલ બોડી ઈલેકશનને લઈ માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે, બીજી બાજુ આ ચુંટણીના એક દિવસ પહેલા જ પાકિસ્તાન દ્વારા કરવામાં આવનારી મોટા કાવતરાનો ખુલાસો થયો છે.

સેનાના એક અધિકારીના જણાવ્યા મુજબ, “કાશ્મીરમાં ઘાટીમાં હજી પણ અંદાજે ૩૦૦ આતંકીઓ સક્રિય છે અને અંદાજે ૨૫૦ આતંકીઓ બોર્ડર પર ઘુષણખોરીની ફિરાકમાં છે”.

national-250-terrorist-trying-infiltrate-kashmir-security-forces-alert

કુપવાડા કેરન સેકટરમાં મીડિયા સાથેની વાતચીતમાં લેફ્ટનન્ટ જનરલ એ કે ભટ્ટે પણ ખુલાસો કર્યો હતો કે, “બોર્ડર અને LOC સાથેના પાકિસ્તાનટેરર લોન્ચ પેડ્સ પર અંદાજે ૨૫૦ આતંકવાદીઓ ઉપસ્થિત હોવાના ઈનપુટ મળ્યા છે”.

આ ઉપરાંત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી થઇ છે કે, આતંકવાદીઓ રાજ્યમાં ઘુષણખોરી કરીને આતંકી ગતિવિધિઓને અંજામ આપવાની કોશિશમાં છે.

national-250-terrorist-trying-infiltrate-kashmir-security-forces-alert

સેનાના એક ઉચ્ચ અધિકારીએ પણ કહ્યું હતું કે, “આ ખબર મળ્યા બાદ સેના એલર્ટ પર છે અને આતંકીઓના કાવતરાઓને નષ્ટ કરવા માટે સેના પૂરી રીતે તૈયાર છે. આતંકી હુમલાઓની આશંકાઓને જોતા આર્મી, પોલીસ, CRPF સહિત તમામ સુરક્ષાબળો દ્વારા પોતાની સક્રિયતા વધારવામાં આવી છે.

હાલમાં જમ્મુ-કાશ્મીરમાં લોકલ બોડી ઈલેક્શન યોજવા જઈ રહ્યા છે, ત્યારે સુરક્ષાબળો દ્વારા સઘન ચેકિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, વાહનોની ચેકિંગ સ્તાહે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખવામાં આવે. બીજી બાજુ આતંકી હુમલાના એલર્ટને જોતા ચેક પોઈન્ટની સંખ્યા વધારવામાં આવી છે તેમજ ડોગને પણ આ કામ માટે લગાવવામાં આવ્યા છે.