Not Set/ અમે “ન્યુ ઇન્ડિયા”ની દિશામાં આગળ વધી રહ્યા છે : ઇન્વેસ્ટર્સ સમિટમાં PM મોદી

દહેરાદૂન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એક દિવસની ઉત્તરાખંડના પ્રવાસે છે, ત્યારે તેઓએ પાટનગર દહેરાદુન ખાતે આયોજિત કરવામાં આવેલી ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટ બે દિવસ સુધી ચાલવાની છે અને તેનું સમાપન દિવસે ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. Visuals of Prime Minister Narendra Modi at #UttarakhandInvestorsSummit in Dehradun. Chief Minister Trivendra Singh Rawat […]

Top Stories India Trending

દહેરાદૂન,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એક દિવસની ઉત્તરાખંડના પ્રવાસે છે, ત્યારે તેઓએ પાટનગર દહેરાદુન ખાતે આયોજિત કરવામાં આવેલી ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટ બે દિવસ સુધી ચાલવાની છે અને તેનું સમાપન દિવસે ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે.

આ ઇન્વેસ્ટર્સ સમિટના ઉદ્ઘાટન સમયે પીએમ મોદીની સાથે રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત તેમજ અન્ય કેન્દ્રીયમંત્રી પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત દેશની અગ્રણી કંપનીઓના MD તેમજ CEO પણ હાજર રહ્યા છે.

પીએમ મોદીએ ઇન્વેસ્ટર્સ સમિટના ઉદ્ઘાટન બાદ પોતા સબોધનમાં જણાવ્યું હતું કે, “ભારતમાં વેપાર કરવો સહેલો બની રહ્યો છે અને અમે “ન્યુ ઇન્ડિયા”ની દિશામાં આગળ વધી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું,

અ સમયે દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ બનવવા પાર કામ કરવામાં આવી રહ્યું છે.

ઉત્તરાખંડની ધરતી પર અમે બધા એ સમયે ભેગા થયા છે, જયારે ભારતમાં ખુબ ઝડપથી આર્થિક ફેરફાર થઇ રહ્યા છે. અમે એક નવા ભારતની દિશામાં આગળ વધી રહ્યા છે.

 

દેશની ટેક પ્રણાલીમાં ખુબ સુધારો કરવામાં આવ્યો છે અને આ કારણે દેશમાં વેપાર કરવો સહેલું બન્યું છે.

સરકાર હાલમાં ૪૦૦ રેલ્વે સ્ટેશનોના આધુનિકરણ માટે કામ કરી રહી છે.

રેલ્વે લાઈનના કામમાં બેગણી ઝડપથી કામ થઇ રહ્યું છે.

આજે ભારતની અર્થવ્યવસ્થા વધુ સ્થિર થઇ છે.

ભારતમાં મોંઘવારીનો દર નિયંત્રણમાં છે અને આપણા દેશમાં મિડલ ક્લાસના લોકોનો પ્રસાર થઇ રહ્યો છે.

સ્પીડ અને સ્કેલમાં આર્થિક સુધારા થઇ રહ્યા છે.