National News/ ફરીદાબાદથી જપ્ત કરેલા વિસ્ફોટકના જથ્થામાં બ્લાસ્ટ થયો: નૌગામમાં 9 મોત મામલે ગૃહમંત્રાલયનું સત્તાવાર નિવેદન

બ્લાસ્ટમાં બે અધિકારી, 27 પોલીસ જવાન, તથા ત્રણ નાગરિકો ઘાયલ પણ થયા છે.

Top Stories India

National News : બ્લાસ્ટના કારણે જમ્મુ કાશ્મીરના નૌગામમાં પોલીસ સ્ટેશનની અંદર 9 લોકો મોતને ભેટ્યા છે. જે મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલયએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે હરિયાણાના ફરીદાબાદમાંથી જપ્ત કરેલા વિસ્ફોટકના સેમ્પલની ફોરેન્સિક તપાસ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ કયા કારણોસર થયો તેની તપાસ હજુ કરવામાં આવશે.

બ્લાસ્ટમાં બે અધિકારી, 27 પોલીસ જવાન, તથા ત્રણ નાગરિકો ઘાયલ પણ થયા છે. વિસ્ફોટના કારણે પોલીસ સ્ટેશનની ઈમારત તથા આસપાસ ભારે નુકસાન થયું છે,એમ ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડેએ જણાવ્યું છે. ખોટી અટકળો પર તેમણે વિરામ લગાવવા પણ અપીલ કર છે. સંયુક્ત સચિવ લોખંડેએ જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં ગઇકાલે રાત્રે 11.20 વાગ્યે દુર્ભાગ્યપૂર્ણ વિસ્ફોટ થયો.

આતંકવાદી મોડ્યુલની તપાસમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. વિસ્ફોટકમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા હતા. જે બાદ ફોરેન્સિક તપાસ માટે મોકલવા દરમિયાન વિસ્ફોટ થયો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટના કારણોની તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમે તમને એવી સજા આપીશું કે દુનિયા તેને જોશે…; દિલ્હી વિસ્ફોટો અંગે અમિત શાહની ચેતવણી

આ પણ વાંચો:દિલ્હી વિસ્ફોટોના સંબંધને લઈને અલ-ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ રદ થતાં AIU ને ફટકો પડ્યો

આ પણ વાંચો:દિલ્હી બોમ્બ વિસ્ફોટ સાથે જોડાયેલી ત્રીજી કાર પણ મળી