Not Set/ એક વધુ સિદ્ધિ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દુનિયાની છઠ્ઠા નંબરની ઓઇલ કંપની બની

મુકેશ અંબાણીની  રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડનું માર્કેટ કેપ 9.5 લાખ કરોડ રૂપિયા  થઈ ગયુ છે અને  રિલાયન્સ સોથી વધુ માર્કેટ કેપ ધરાવનારી પહેલી ભારતીય કંપની બની છે. હવે કંપનીએ વધુ એક નવી સિદ્ધિ પોતાના નામે કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ હવે વિશ્વની ટોપ છ ઓઇલ ઉત્પાદન કંપનીઓના ક્લબમાં સામેલ થઈ છે.  રિલાયન્સ કંપનીએ બ્રિટિશ પેટ્રોલિયમ પીએલસીને […]

Top Stories Business

મુકેશ અંબાણીની  રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડનું માર્કેટ કેપ 9.5 લાખ કરોડ રૂપિયા  થઈ ગયુ છે અને  રિલાયન્સ સોથી વધુ માર્કેટ કેપ ધરાવનારી પહેલી ભારતીય કંપની બની છે. હવે કંપનીએ વધુ એક નવી સિદ્ધિ પોતાના નામે કરી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ હવે વિશ્વની ટોપ છ ઓઇલ ઉત્પાદન કંપનીઓના ક્લબમાં સામેલ થઈ છે.  રિલાયન્સ કંપનીએ બ્રિટિશ પેટ્રોલિયમ પીએલસીને પછાડીને છઠ્ઠા નંબર પર પહોંચી છે.બીપી પીએલસીનું માર્કેટ કેપ 13,200 કરોડ ડોલરની નજીક છે.

રિલાયન્સના શેરોમાં લગભગ 3 ગણાથી વધુનો વધારો થયો છે. ત્યારે હવે એક મીડિયા રિપોર્ટ મુજબ વિશ્વની ટોપની 6 કંપનીઓની યાદીમાં એક્સોન મોબિલ કોર્પ ટોચ સ્થાને છે. જ્યારે સાઉદી અરામકો બીજા નંબરે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તેના ન્યૂ કોમર્સ ઉપક્રમ અને ફિક્સ્ડ બ્રોડબેન્ડ સ્કીમની મદદથી 24 મહિનાઓમાં 200 અબજ ડોલર(14 લાખ કરોડ રૂપિયા)થી વધુ માર્કેટ કેપિટલ વાળી કંપની પણ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.