Surendranagar News: સુરેન્દ્રનગર(Surendranagar)માં 18 મહિનાથી તૂટેલા પુલ(Bridge)નું સમારકામ ન થતાં ગ્રામજનોને હાલાકી વેઠવી પડી રહી છે. 20 ગામોના સરપંચોએ પુલનું નવીનીકરણ કરવાની ધારાસભ્ય, કલેક્ટરને રજૂઆત કરી છે. તેમજ પુલનું સમારકામ કે નવીનીકરણ નહીં કરાય તો ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી આપી છે.

સુરેન્દ્રનગર 30થી વધુ ગામોને સુરેન્દ્રનગર સાથે જોડતો પુલ તૂટેલી હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. 10 મહિનાથી તૂટેલો વસ્તડીનો પુલનું સમારકામ ન થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. 20 ગામોના સરપંચોએ લેટરપેડ પર પુલનું નવીનીકરણ કામ હાથ ધરવા માગ કરી છે. હાલ કાચા ડાયવર્ઝન ઉપરથી એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે, ગાડીઓ ફસાઈ જાય છે. બિસ્માર રસ્તા, પુલના કારણે આવનજાવન કરવામાં લોકો હાલાકી વેઠી રહ્યાં છે. ધારાસભ્ય, કલેક્ટર સહિતનાઓને ગ્રામજનોએ રજૂઆત કરી છે. તેમજ તાત્કાલિક પુલનું નવીનીકરણ અથવા સ્મારકામનું કરવા માગ કરી છે.

રાત્રે પસાર થતાં વાહનચાલકોને બિસ્માર રસ્તાને કારણે અકસ્માત થવાનો પણ ભય રહે છે. અગાઉ તંત્ર દ્વારા સમારકામના નામે માત્ર થીંગડા મારીને સંતોષ માન્યો હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા છે. ત્યારે હજારો વાહન ચાલકોની મુશ્કેલીને ધ્યાને લઇ તંત્ર દ્વારા વહેલી તકે આ બિસ્માર રસ્તાનું રીપેરિંગ કામ કે નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વસ્તડીની કામગીરી ઝડપી કરવા માટે, વસતડી, ચુડા, જોબાળા, ભડકવા, મીણાપુર, લાલીયાદ, ચોકડી, ભગુપુર સહિતનાં 20થી વધુ ગામનાં સરપંચો દ્વારા લેખિત રજૂઆત કરવા છતાં કામગીરી હાથ નહીં ધરાતાં લોકો રોષ ફેલાયો છે.
આ પણ વાંચો:અમદાવાદના ઓઢવમાં 2 મહિના થયા બાદ પણ રોડનું સમારકામ કરવામાં તંત્રને રસ નથી
આ પણ વાંચો:સુરતના ખરાબ રસ્તાઓનું તાકીદે સમારકામ કરાયઃ કુમાર કાનાણી
