Ahmedabad News/ અમદાવાદના ઓઢવમાં 2 મહિના થયા બાદ પણ રોડનું સમારકામ કરવામાં તંત્રને રસ નથી

Ahmedabad News : પૂર્વના ઓઢવમાં શક્તિ ચોક ચાર રસ્તાથી અંબિકાનગરના સુપર સ્કૂલ સુધીનો રોડ છેલ્લા 2 મહિનાથી રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ તેની કામગીરી પૂર્ણ થઈ રહી નથી.

Gujarat Ahmedabad Breaking News
Copy of Cricket Tutorials YouTube Thumbnail 6 અમદાવાદના ઓઢવમાં 2 મહિના થયા બાદ પણ રોડનું સમારકામ કરવામાં તંત્રને રસ નથી

Ahmedabad News : અમદાવાદમાં રોડ રસ્તાની રિપેરિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચ અમ. મ્યુનિ. કોર્પોરેશન(AMC) દ્વારા ફાળવવામાં આવી રહ્યા છે. તેમ છતાં પૂર્વના ઘણાં વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરીથી લઈ કારીગીરો ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

અમદાવાદ(Ahmedabad) પૂર્વના ઓઢવ(Odhav)માં પસાર થતાં બાળકો અને વૃદ્ધો અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જ્યારે આ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી તો અધિકારીઓ કારીગર નથી તેવા રટણ કરી રહ્યા છે. દિવાળી બાદ રોડ-રસ્તા રિપેરિંગની કામગીરી ઝડપથી કરવા માટેની અમદાવાદ મ્યુનિ. કમિશનર(AMC) દ્વારા સૂચના આપવામાં આવી હતી.

અમદાવાદ(Ahmedabad) ના પૂર્વના ઘણાં વિસ્તારોમાં હજી રોડ બનવાની કામગીરી ટલ્લે ચઢી છે. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી ઊભી થાય છે. આ અંગે અંબિકાનગર(Ambikanagar)ના સ્થાનિક આગેવાને જણાવ્યું કે, જેના કારણે અંબિકાનગર પ્રાથમિક શાળા અને સુપર હાઈસ્કુલ(Super Highschool) માં જતાં બાળકોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. તેમજ સતત નાના મોટા અકસ્માત રોડ ખરાબ હોવાના કારણે પણ બનતા રહે છે. આ અંગે જ્યારે સીટી એન્જિનિયરને ફરિયાદ કરવામાં આવી તો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે, હાલમાં કારીગરો નથી જેવા આવશે તેવા ઝડપથી કામગીરી કરવામાં આવશે. પરંતુ આ કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. જેના અંગે તંત્ર તાકીદે ધ્યાન આપે અને લોકોને ખરાબ રસ્તાની ઝંઝટમાંથી મુક્તિ મળે તે જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજયમાં વરસાદ અને પૂર પછી રસ્તાઓ પૂર્વવત્ બનાવવા યુદ્ધના ધોરણે લેવાઈ રહ્યા છે પગલાં

આ પણ વાંચો: AMC એ ભયજનક રસ્તાઓ પર લગાવ્યા જાહેર ચેતવણીના બોર્ડ લગાવી માન્યો સંતોષ

આ પણ વાંચો: AMCના 180 કરોડના વ્હાઇટ ટોપિંગ રોડ પ્રોજેક્ટનો ધજાગરો થયો