Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (A.N.T.F.) દ્વારા ગાંજા(Ganja)ના ગેરકાયદેસર જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવાની સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચોટીલા તાલુકાના ઘાંચીવાડ વિસ્તારમાં 30 એપ્રિલ 2026ના રોજ ખાનગી બાતમીના આધારે A.N.T.F. રાજકોટ ઝોન સી.આઈ.ડી. ક્રાઈમની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
કુલ 330 ગ્રામ ગાંજો(Ganja) મળી આવ્યો
તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને મોટરસાઈકલ સાથે અટકાવવામાં આવ્યા હતા. તેમની પાસે તપાસ કરતા કુલ 330 ગ્રામ ગાંજો(Ganja) મળી આવ્યો હતો, જેને પોલીસે જપ્ત કર્યો હતો. ઘટના સ્થળેથી ત્રણેય આરોપીઓને કાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓમાં મુબીન યુનિસભાઈ હમિરકા (ઉ. 32, ચોટીલા), આમીન ઉર્ફે ભોલો રમેશભાઈ મુલ્તાધન (ઉ. 33, થાન પ્રજાપતી પાર્ક) અને સલમાન રફીકભાઈ સોલંકી (ઉ. 22, ચોટીલા)નો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી 330 ગ્રામ ગાંજો (Ganja)(અંદાજિત કિંમત ₹16,500), 3 મોબાઈલ ફોન (₹25,000), 2 છરી (₹200) અને 3 મોટરસાઈકલ (₹90,000) સહિત કુલ ₹1,31,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે NDPS Act 1985ની કલમ 20(બી)(2)(એ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ માટે કેસ ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પરથી 1 કરોડનો હાઈબ્રિડ તો સુરતમાંથી 7 લાખનો ગાંજો ઝડપાયો
આ પણ વાંચો : એન્ટી નાર્કોટિક્સ ફોર્સની મોટી કાર્યવાહી, હિંમતનગરથી સુરત જતો 5 લાખનો ગાંજો ઝડપ્યો
