Banaskantha News:ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે થતી તંત્રની પ્રબળ કામગીરી વચ્ચે, આજે ફરી એક વાર પોલીસને મોટી સફળતા મળી છે.બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ પર પોલીસે એક કન્ટેનરની તપાસ દરમિયાન આશરે 200 કિલો ગાંજો (Ganja) જપ્ત કરાયો છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે આ જથ્થો ગુજરાતમાં પહોચડવાનો હતો.

અંદાજે 204 કિલો ગાંજાનો (Ganja) જથ્થો પોલીસ દ્વારા કરાયો જપ્ત
જાણકારી અનુસાર રાજસ્થાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે પ્રતિબંધિત ડ્રગ્સ ભરેલા એક મોટા કન્ટેનરમાં ગાંજો છૂપી રીતે લઈ જવામાં આવી રહ્યો છે. ત્યારબાદ શંકાના આધારે, પોલીસે માવલ ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવી અને આ કન્ટેનરને રોક્યું હતું. સંપૂર્ણ તપાસ દરમિયાન, કન્ટેનરના ચોરખાનામાં 200 કિલો ગાંજો (Ganja) મળી આવતા પોલીસ અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બિહારના કન્ટેનર ચાલક દીપક જાધવની કરી અટકાયત
પોલીસે આ કેસના સંદર્ભમાં દીપક નામના વ્યક્તિની અટકાયત કરી છે. જે બિહારનો રહેવાસી છે, પ્રારંભિક તપાસમાં ગુજરાતના રાજકોટ શહેરમાં કોને ગાંજો (Ganja) પહોંચાડવાનો હતો તે જાણવા માટે આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં આંતરરાજ્ય ડ્રગ માફિયાઓની સંડોવણીની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રહેવાસીઓ અને વિપક્ષો માવલ અને અમીરગઢ ચેકપોસ્ટ દ્વારા મોટા પાયે વિદેશી દારૂ અને માદક દ્રવ્યોની દાણચોરીનો આરોપ લગાવી રહ્યા છે.આટલા મોટા જથ્થામાં ગાંજો (Ganja) પકડાયા બાદ પોલીસે સરહદી વિસ્તારોમાં ચેકિંગ વધુ તીવ્ર બનાવી દીધું છે.
આ પણ વાંચો:નારોલમાં ડુંગળીની આડમાં ગાંજાની હેરાફીરી, 400 કિલો ગાંજો સાથે બે આરોપી ઝડપાયા
આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર ફરી ગાંજો જપ્ત, બેંગકોક ફ્લાઇટમાં સીટ નીચે મળી આવ્યો, NDPS એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર 12.4 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત
