Tech News/ AI Impact Summit 2026માં PM મોદીએ કહ્યું કે, ભારત નવી ટેકનોલોજી બનાવે અને ઝડપથી અપનાવે છે

પીએમ મોદી (PM Modi)એ સ્પષ્ટ કર્યું કે ભારતનો AI અભિગમ માત્ર ટેકનોલોજી સુધી સીમિત નથી. તે નૈતિકતા, પારદર્શિતા અને માનવ કેન્દ્રિત વિકાસ પર આધારિત છે.

Tech & Auto Top Stories
પીએમ મોદી (PM Modi)એ ખાસ કરીને યુવા પેઢીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે કેટલાક લોકોને નવી ટેકનોલોજી અંગે શંકા હોય છે,

Delhi News: નરેન્દ્ર મોદી (PM Modi)એ જણાવ્યું છે કે ભારત માત્ર નવી ટેકનોલોજી અપનાવતું દેશ નથી, પરંતુ તે ટેકનોલોજીનું નિર્માણ કરનાર વૈશ્વિક શક્તિ બની રહ્યું છે. તેમણે આ વાત India AI Impact Summit 2026ના મંચ પરથી કહી હતી. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી આ ઐતિહાસિક સમિટમાં પીએમ મોદીએ ભારતના સમાવેશી, જવાબદાર અને સાર્વભૌમ AI વિઝન પર ભાર મૂક્યો.

MANAV વિઝન પ્રસ્તુત :માણસ AI એથિકલ ગાઈડન્સ પર આધારીત હોય,

M:  મોરલ એંડ એથિકલ સિસ્ટમ (Moral and Ethical System)

A: એકાંટેબલ ગવર્નન્સ (Accountable Governance)જેનો અર્થ ટ્રાન્સપ્રન્ટ રૂલ્સ..

N: નેશનલ સોવેનીટી  (National Sovereignty)જેનો અર્થ જેના ડેટા એનો હક જ રહે..

A: એક્સેસેબલ એંડ  ઈનકલુઝિવ  (Accessible and Inclusive)જેનો અર્થ AI મોનોપોલી નહીં મલ્ટિપલાયર બને..

V: વેલીડ એંડ લેજિટિમેટ (Valid and Legitimate) જેનો અર્થ લો ફૂલ અને રિલાયેબલ હોવું જોઈએ..

ભારત માટે AI એ ખુલ્લા આકાશની રીતે કામ કરે

AI માટે માણસ માત્ર એક ડેટા  મળવાનું કેન્દ્ર ના બની રહે.. માણસ માત્ર કાચામાલ સુધી સીમિત ના રહે..

AI સમિટની થીમમાં પીએમ મોદીએ કહ્યું કે સર્વ જન હિતાય, સર્વ જન સુખાય (welfare for all, happiness for all) આ જ અમારો બેન્ચમાર્ક છે.

ટેકનોલોજીન અનેક ઉદાહરણો આપણે અહિયાં જોઇયાં છે પરમાણુ થી લઈ AI  સુધીના સફરમાં છે.

અત્યારે મશીન લર્નીગ થી ખુબજ ઝડપી શીખી રહ્યા છે, અને આવનારી પેઢી માટે આપણે આપણે AI નું કેવું સ્વરૂપ આપી રહ્યા  છીએ,

AI મશીનોને ઇન્ટેલિજેન્ટ બનાવી રહી છે. અત્યારે સ્કિલ પણ અભૂતપૂર્વ છે

PM મોદી (PM Modi) ઐતિહાસિક AI સમિટમાં વૈશ્વિક હાજરી

PM મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું,


“વિશ્વના આ ઐતિહાસિક AI શિખર સંમેલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું 1.4 અબજ ભારતીયોની તરફથી આપ સૌનું સ્વાગત કરું છું.”

તેમણે જણાવ્યું કે ભારત એ માનવતાનો છઠ્ઠો ભાગ છે અને અહીં વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી વસે છે. આ યુવા શક્તિ ભારતને સૌથી મોટું ટેક પ્રતિભા કેન્દ્ર બનાવે છે. સમિટમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓની હાજરીએ ભારતના વૈશ્વિક AI પ્રભાવને વધુ મજબૂત કર્યો છે.

યુવા પેઢી AIને ઝડપથી અપનાવી રહી છે

પીએમ મોદી (PM Modi)એ ખાસ કરીને યુવા પેઢીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે કેટલાક લોકોને નવી ટેકનોલોજી અંગે શંકા હોય છે, પરંતુ ભારતીય યુવાનો જે રીતે AIને અપનાવી રહ્યા છે તે અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. AI Impact Summitના પ્રદર્શનોમાં યુવાનોની ઉત્સાહી ભાગીદારી એક નવો આત્મવિશ્વાસ દર્શાવે છે.

તેમણે ઉમેર્યું કે ભારત આજે એક ટેક હબ છે, જ્યાં નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ ઉદ્યોગો ઝડપી ગતિએ વિકસે છે.

AIએ વિકાસની ગતિ બદલી નાખી

પીએમ મોદી એ AIને માનવ ઇતિહાસના મહત્વપૂર્ણ વળાંક તરીકે વર્ણવ્યું.
તેમણે કહ્યું,
“માનવ ઇતિહાસમાં કેટલાક એવા ફેરફારો આવ્યા છે જેમણે સદીઓની દિશા બદલી નાખી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવો જ એક ફેરફાર છે.”

AI માત્ર મશીનોને સ્માર્ટ બનાવતું નથી, પરંતુ માનવ ક્ષમતાઓને અનેકગણી વધારી રહ્યું છે. મશીન લર્નિંગથી લઈને જનરેટિવ AI સુધીની સફર ઝડપથી, ઊંડાઈથી અને વ્યાપક રીતે આગળ વધી રહી છે.

જવાબદારી સાથે મોટી દ્રષ્ટિ જરૂરી

પીએમ મોદી એ ચેતવણી આપતાં કહ્યું કે પ્રશ્ન એ નથી કે AI ભવિષ્યમાં શું કરી શકે છે, પરંતુ પ્રશ્ન એ છે કે આપણે આજે AI સાથે શું કરીએ છીએ.
તેમણે જણાવ્યું કે જેટલી મોટી દ્રષ્ટિ રાખવી જરૂરી છે, એટલી જ મોટી જવાબદારી પણ લેવી પડશે.

તેમણે ભાર મૂક્યો કે વર્તમાન પેઢી સાથે સાથે એ પણ વિચારવું પડશે કે આવનારી પેઢીઓને આપણે કેવો AI વારસો આપી રહ્યા છીએ.

સાર્વભૌમ અને સમાવેશી AI ભારતની પ્રાથમિકતા

પીએમ મોદી (PM Modi)એ સ્પષ્ટ કર્યું કે ભારતનો AI અભિગમ માત્ર ટેકનોલોજી સુધી સીમિત નથી. તે નૈતિકતા, પારદર્શિતા અને માનવ કેન્દ્રિત વિકાસ પર આધારિત છે. “સાર્વભૌમ AI”નો અર્થ એ છે કે ભારત પોતાની ટેક ક્ષમતાઓ પર આત્મનિર્ભર બને અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા તૈયાર રહે.


આ પણ વાંચો:PM મોદી બ્રહ્મપુત્ર નદી પર કુમાર ભાસ્કર વર્મા સેતુનું ઉદ્ઘાટન કરશે, અંતર એક કલાક ઘટીને 7 મિનિટ થશે

આ પણ વાંચો:PMO હવે ‘સેવા તીર્થ’થી કાર્યરત, PM મોદી આજે સેવા તીર્થનું ભવ્ય ઉદ્ઘાટન કરશે

આ પણ વાંચો:પરીક્ષા પે ચર્ચા 2026માં PM મોદી આજે વિદ્યાર્થીઓને તણાવમુક્ત પરીક્ષાનો મંત્ર આપશે