Breaking News/ સુરતના સચિન GIDCમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આગ: ફાયર બ્રિગેડની તાત્કાલિક કાર્યવાહી

સુરતના Sachin GIDCમાં ગોપી નિટિંગ ફેક્ટરીમાં આગ, મેજર કોલ જાહેર, અનેક ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી.

Top Stories Gujarat Surat Breaking News
Sachin GIDCમાં ગોપી નિટિંગ ફેક્ટરી સળગી

Breaking News: સુરતના સચિન GIDC (Sachin GIDC) વિસ્તારમાં આવેલી હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં અચાનક આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Sachin GIDCમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આગ,

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. અનેક ફાયર ફાઇટર્સ આગ બુઝાવવાના પ્રયાસોમાં જોડાયા છે.

પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફાયર વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

આગના કારણે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજી સ્પષ્ટ માહિતી મળી નથી. હાલ સ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે અને આગ સંપૂર્ણપણે બુઝાય બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.


આ પણ વાંચો:સુરતમાં અધુ એક આગનો બનાવ, પુણાગામના સાડી ગોદામમાં કરોડોનું નુકસાન

આ પણ વાંચો:સુરતના ખજોદ કચરા પ્લાન્ટમાં ભયાનક આગ ત્રીજા દિવસે પણ યથાવત્, 8 કિમી સુધી ધુમાડો, કચરા કૌભાંડની શંકા

આ પણ વાંચો:સુરતના મિલેનિયમ માર્કેટ-1માં આગ, 9 ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે દોડી