Not Set/ રાજ્ય સરકાર સાથ નહિ આપે તો કાયદાકીય લડત આપીશું: જેરામ પટેલ

એસપીજી સંસ્થાને લાલજી પટેલ દ્વારા સરકાર સામે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. જે અંગે આજ રોજ રાજકોટ ઉમિયાધામના ઉપપ્રમુખ જેરામભાઈ પટેલે પત્રકાર પરિષદ આયોજી હતી. જેરામ પટેલે જણાવ્યું હતું કે સંસ્થાના પ્રમુખ અત્યારે વિદેશ છે. જેથી તેનાં આવ્યા બાદ જ આગળ ચર્ચા વધારી શકાય છે. તેમને જણાવ્યું હતું કે આ લડત સવર્ણોનાં હકની લડાઈ […]

Top Stories Gujarat

એસપીજી સંસ્થાને લાલજી પટેલ દ્વારા સરકાર સામે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. જે અંગે આજ રોજ રાજકોટ ઉમિયાધામના ઉપપ્રમુખ જેરામભાઈ પટેલે પત્રકાર પરિષદ આયોજી હતી. જેરામ પટેલે જણાવ્યું હતું કે સંસ્થાના પ્રમુખ અત્યારે વિદેશ છે. જેથી તેનાં આવ્યા બાદ જ આગળ ચર્ચા વધારી શકાય છે. તેમને જણાવ્યું હતું કે આ લડત સવર્ણોનાં હકની લડાઈ છે. અનામત ટેક્નિકલ મુદ્દો છે જેના માટે પાટીદાર સંસ્થાઓ કાયદાકીય લડત લડશે તેવું જણાવ્યું હતું.

એસપીજીના પ્રમુખ લાલજી પટેલ દ્વારા સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જે પૂરું થતા કોઈ કાર્યક્રમ કરી ગુજરાતની શાંતિ ડહોળવાંના પ્રયાસ ન કરવા જેરામ પટેલે જણાવ્યું હતું. સમાજ માટે યુવાનો દ્વારા લડત લાદવામાં આવે છે તેનો વડીલોનો સંપૂર્ણ ટેકો છે, જયારે આવા મુદ્દાઓને લડત આપી નિરાકરણ લાવવાનો પ્રયાસો કરીશું.

જેરામ પટેલે જણાવ્યું હતું કે જો તેમના દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાઓ જો સરકાર દ્વારા ઉકેલ લાવવામાં નહિ આવે તો સુપ્રીમ કોર્ટ સુધી અવાજ ઉઠાવીશું. તેમણે જણાવ્યું હતું કે લાલજી પટેલને જે સમસ્યાઓ હોય તે અમને જણાવે, જેથી તે સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું.

તેમણે સરકાર પર સીધો નિશાન સાધતા જણાવ્યું હતું કે, સરકાર આંધળી અને બહેરી બન્ને હોય છે અને માંગણી કરનારાઓ પણ અમુક અંશે સાચા હોય છે. ગુજરાતની જનતાને મુશ્કેલી ન પડે આથી અમારો પાટીદાર સમાજ વતી અને અને સમાજની સમસ્ત સંસ્થાઓ વતી એસપીજી ગ્રુપને નમ્ર નિવેદન છે કે કાર્યક્રમ રદ્દ કરે. જેથી ગુજરાતમાં સામાન્ય લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.