Delhi News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)આજે શુક્રવારે સવારે 10 વાગ્યે ‘પરીક્ષા પે ચર્ચા 2026’ (Pariksha pe charcha 2026) કાર્યક્રમ અંતર્ગત દેશભરના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. દર વર્ષે યોજાતો આ કાર્યક્રમ હવે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે એક પ્રેરણાસ્રોત બની ગયો છે. પરીક્ષાના સમયગાળામાં વધતા માનસિક તણાવને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, સમય વ્યવસ્થાપન અને સકારાત્મક વિચારધારાનો સંદેશ આપશે.

ઈન્ટરનેટ અને ગેમિંગ: સાવધાનીના અભાવથી અકસ્માતો
“પરીક્ષા પે ચર્ચા 2026”ના નવમા સંસ્કરણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન ઓનલાઈન ગેમિંગ, સટ્ટાબાજી એપ્સ અને ઇન્ટરનેટના અતિશય ઉપયોગ અંગે ગંભીર ચેતવણી આપી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ટેકનોલોજી માનવજીવન માટે આશીર્વાદ છે, પરંતુ જ્યારે તે નિયંત્રણ બહાર જાય છે ત્યારે તે વિનાશનું કારણ પણ બની શકે છે.
ગાઝિયાબાદ ઘટનાનો પડછાયો અને સટ્ટાબાજી એપ્લિકેશન્સનું જાળું
PM મોદીએ કોઈ એક ઘટના નામ લીધા વિના ગાઝિયાબાદની તાજેતરની દુર્ઘટનાનો પરોક્ષ ઉલ્લેખ કર્યો, જ્યાં ઓનલાઈન ગેમિંગ અને માનસિક તણાવના કારણે એક જ પરિવારની ત્રણ દીકરીઓએ જીવ ગુમાવ્યો હતો. આ સંદર્ભ વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ હતો. તેમણે જણાવ્યું કે આજની પેઢી ઝડપથી સફળ થવાના શોર્ટકટની શોધમાં ઘણીવાર ખોટા માર્ગે વળી જાય છે.
સોશિયલ મીડિયા પેજ મનોરંજન પૂરું પાડે
ગેમિંગ અને ઓનલાઈન પ્લેટફોર્મ શરૂઆતમાં મનોરંજન પૂરું પાડે છે, પરંતુ સમય જતાં વ્યસન, તણાવ અને એકલતા તરફ દોરી જાય છે. વડા પ્રધાનનું સંદેશ સ્પષ્ટ હતું કે વિદ્યાર્થીઓએ પોતાની ઊર્જા અભ્યાસ, સર્જનાત્મકતા અને સ્વવિકાસમાં લગાવવી જોઈએ, ન કે ડિજિટલ લતનો શિકાર બનવું.
‘પરીક્ષા પે ચર્ચા’ (Pariksha pe charcha 2026) શું છે?
‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની શરૂઆત વર્ષ 2018માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ પરીક્ષાને ભાર નહીં પરંતુ ઉત્સવ તરીકે જોવાની માનસિકતા વિકસાવવાનો છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી (PM Modi) સ્વયં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે અને તેમના પ્રશ્નોના જવાબ આપે છે. શિક્ષણને માત્ર અંક સાથે નહીં પરંતુ જીવન સાથે જોડવાની પ્રેરણા આપે છે.
પરીક્ષાનો તણાવ કેમ ઘટાડવો જરૂરી?
આજના સમયમાં સ્પર્ધા વધતા વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ પણ વધ્યું છે. બોર્ડ પરીક્ષાઓ, પ્રવેશ પરીક્ષાઓ અને માતા-પિતાની અપેક્ષાઓ વચ્ચે ઘણા વિદ્યાર્થીઓ તણાવ અનુભવે છે. પીએમ મોદી (PM Modi)અગાઉ પણ કહી ચૂક્યા છે કે, “પરીક્ષા જીવનનો અંત નથી, પરંતુ જીવનનો એક ભાગ છે.” (Pariksha pe charcha 2026) આ સંદેશ સાથે તેઓ વિદ્યાર્થીઓને નિર્ભય બની આગળ વધવા પ્રોત્સાહિત કરે છે.
પીએમ મોદી (PM Modi)એ X પર શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ ગુરુવારે X પર પોસ્ટ કરી હતી કે,
“6 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યે ‘પરીક્ષા પે ચર્ચા 2026’ (Pariksha pe charcha 2026) અવશ્ય જુઓ. આ કાર્યક્રમમાં પરીક્ષાને લઈને તણાવ, શીખવાની સાચી રીત અને જીવનમૂલ્યો જેવા મહત્વના વિષયો પર ચર્ચા થશે. દેશભરના પ્રતિભાશાળી યુવાનો સાથે વાતચીત કરવાનો મને હંમેશા આનંદ મળે છે.”

ક્યાં જોઈ શકાશે કાર્યક્રમ?
‘પરીક્ષા પે ચર્ચા 2026’ માત્ર ટેલિવિઝન પૂરતું સીમિત નથી. વિદ્યાર્થીઓ તેને વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ જોઈ શકશે, જેમાં સામેલ છે:
સોની લિવ, પ્રાઇમ વીડિયો, ઝી 5, દૂરદર્શન અને શિક્ષણ મંત્રાલયના યુટ્યુબ ચેનલઆ વ્યવસ્થા એ માટે કરવામાં આવી છે જેથી દેશના દરેક ખૂણે બેઠેલા વિદ્યાર્થીઓ સરળતાથી કાર્યક્રમનો લાભ લઈ શકે.
રેકોર્ડબ્રેક ભાગીદારી
આ વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ માટે રેકોર્ડબ્રેક નોંધણી થઈ છે.
4.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી
વિવિધ જોડાયેલ પ્રવૃત્તિઓમાં 2.26 કરોડ લોકોએ ભાગ લીધો
કુલ ભાગીદારી 6.76 કરોડને વટાવી ગઈ
આ આંકડા દર્શાવે છે કે કાર્યક્રમ પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ છે.
વિદ્યાર્થીઓ માટે સંદેશ
‘પરીક્ષા પે ચર્ચા’ (Pariksha pe charcha 2026) માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એક વિચારધારા છે જ્યાં સફળતાનો અર્થ માત્ર માર્ક્સ નહીં પરંતુ આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને જીવનમાં સંતુલન છે. પીએમ મોદી (PM Modi)વિદ્યાર્થીઓને એ સમજાવશે કે નિષ્ફળતા પણ શીખવાનો એક ભાગ છે અને દરેક વિદ્યાર્થીમાં કંઈક અનોખું છે.
આ પણ વાંચો:જાન્યુઆરી-2026માં પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિ યોજાશે, વિદ્યાર્થીઓ માટે અનોખી તક
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’, જાણો શા માટે તેનું આયોજન કરાયું
આ પણ વાંચો:PM મોદીએ કહ્યું- માતા પાસેથી શીખો ટાઈમ મેનેજમેન્ટ, ‘પરીક્ષા પે ચર્ચા’ મારી પણ પરીક્ષા છે
