Not Set/ રાજકોટ:કોટનના દોરા બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ,કરોડોનો માલ-સામાન બળીને ખાખ

રાજકોટ, રાજકોટમાં કોટનના દોરા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટીનીકળી  હતી. પ્રાથમિક તપાસમાં અનુસાર મિલમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. આગમાં કરોડોનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ પર કાબુ મેળવવા માટે પડધરી તથા રાજકોટથી ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. બે કલાકના ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. […]

Top Stories Gujarat Rajkot

રાજકોટ,

રાજકોટમાં કોટનના દોરા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટીનીકળી  હતી. પ્રાથમિક તપાસમાં અનુસાર મિલમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. આગમાં કરોડોનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ પર કાબુ મેળવવા માટે પડધરી તથા રાજકોટથી ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. બે કલાકના ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

આ આગમાં કરોડોનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ પર કાબુ મેળવવા માટે પડધરી તથા રાજકોટથી ફાયર ફાઈટરો દોડી ગયા છે અને બે કલાક કરતા વધુ સમયથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ફેકટરીના ગોડાઉનની પાછળના ગોડાઉનમાં સરકારી મગફળી રહેલી છે. ત્યારે આગ વધુ ફેલાય તો આ મગફળી પણ સળગી ઉઠવાની શક્યતાઓ સેવાઇ રહી છે. આગ અંગે મિલના કર્મચારી મિથુનભાઈએ ફોન કરી ફાયર વિભાગને જાણ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ મિલના  જૂના પ્લાન્ટ અને નવા પ્લાન્ટમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હોવાનું જણાવ્યું હતું.

જેને પગલે ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. પ્રાથમિક વિગતો મુજબ આગના કારણે મિલમાં રહેલો તૈયાર માલ, કાચો માલ, મશીનરી અને શેડ સહિતનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હોઈ કરોડો રૂપિયાના નુકસાનની શક્યતા જણાઈ રહી છે.