Not Set/ ગુજરાત MV ACT : માત્ર સામાન્ય નાગરિક માટે જ..!! સરકારી ગાડીના ડ્રાઈવરોને લાગુ નથી પડતો..???

ગુજરાત રાજયમાં મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના એમવી એક્ટમાં સુધારા વધારા કરીને ગુજરાત ખાતે 16 સપ્ટેમ્બરથી નવો એમવી એક્ટ લાગુ કર્યો છે. અને તેનું ચુસ્ત પણે પાલન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જનતા પણ મોટા દંડના ડરે કાયદાનું પાલન કરતી જોવા મળી રહી છે. પરંતુ… શું આ કાયદા માત્ર સામાન્ય જાનતા માટે જ બનાવવામાં […]

Top Stories Gujarat

ગુજરાત રાજયમાં મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના એમવી એક્ટમાં સુધારા વધારા કરીને ગુજરાત ખાતે 16 સપ્ટેમ્બરથી નવો એમવી એક્ટ લાગુ કર્યો છે. અને તેનું ચુસ્ત પણે પાલન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જનતા પણ મોટા દંડના ડરે કાયદાનું પાલન કરતી જોવા મળી રહી છે. પરંતુ… શું આ કાયદા માત્ર સામાન્ય જાનતા માટે જ બનાવવામાં આવ્યા છે. તેવો જનઆક્રોશ  લોકોમાં જોવા મળી રહ્યો છે. સરકારી અધિકારી અને સરકારી ગાડીના ડ્રાયવરો દ્વારા મોટા પાયે આ નિયમો ને ઘોળી ને પી જવામાં આવ્યા છે.

રાજ્યમાં મોટર વેહિકલ એકટના નવા કાયદાની જાહેરાત કરતા મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે આ કાયદા નો અમલ દરેક નાગરિકો એ કરવા નો રહેશે. નવા કાયદાના અમલ પછી પહેલી વાર મળેલી કેબિનેટની બેઠકમાં હાજરી આપતા  કેટલાક અધિકારીઓના ડ્રાયવરોએ સીટ બેલ્ટ ના બાંઘી નિયમનો ભંગ કર્યો હોવાનું જોવા મળ્યું હતું. તો ક્યાંય ને ક્યાંક સરકારી કર્મચારી હોવાનો રોફ જતાવી રહ્યા છે.

તો સવાલ એ છે કે આમ નાગરિક આ કાયદાનો ભંગ કરે છે તો તેને દંડ ભરવો પડે છે. તો સરકારી અધિકારીઓ કે તેમના ડ્રાયવરો ને નિયમ તોડવાની કોણે સતા આપી છે.. ??? હવે જોવાનુ એ રહ્યુ કે નિયમ ભંગ કરનાર સરકી અધિકારી કે  સરકારી ડ્રાઈવર સામે સરકાર ક્યારે પગલાં લેશે..??

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.