Not Set/ રાહુલ ગાંધી નવાડાથી બોલ્યા – ગત ચૂંટણીમાં મોદીજીએ 2 કરોડ નોકરી માટે કહ્યુ હતુ, શું મળી?

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેજસ્વી યાદવે આજે નવાડાનાં હિસુઆમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું

Top Stories India

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેજસ્વી યાદવે આજે નવાડાનાં હિસુઆમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું, આ દરમિયાન બંને નેતાઓએ કેન્દ્ર સરકાર અને બિહાર સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, બિહારીઓ સાથે જૂઠું બોલો નહીં, મોદીજી, તમે બિહારીઓને તે સમજાવો કે કેટલી રોજગારી તમે આપી, રાહુલ ગાંધીએ લોકોને સવાલ કર્યો હતો કે, ગત ચૂંટણીમાં મોદીજીએ 2 કરોડ નોકરી  માટે કહ્યુ હતુ. તમને રોજગાર મળ્યો?

રાહુલે કહ્યું કે, પીએમ મોદી કહે છે કે હું ખેડૂતોની સામે માથું ઝૂકાવુ છુ, સેનાની સામે માથું નમાવુ છુ, મજૂરોની સામે માથું નમાવુ છુ, નાના વેપારીઓ સમક્ષ નમાવું છું, પછી તેઓ ઘરે જાય છે અને અંબાણી-અદાણી માટે કામ કરે છે, તેઓ તમારી સામે માથું નમાવશે, પરંતુ તેઓ કામ કોઇ અન્યનું કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ગરીબ લોકોને’ ડિમોનેટાઇઝેશન’થી શું મળ્યું, તમે આખો દિવસ તડકા-વરસાદમાં ઉભા રહ્યા, તમને શું મળ્યું, ફક્ત મુશ્કેલી સિવાય, તમારા પૈસા ક્યાં ગયા, ફક્ત ભારતનાં ધનિક લોકોનાં ખિસ્સામાંથી, શું અદાણીજી બેંકની સામે ઉભા હતા, શું અંબાણી બેંકની સામે ઉભા હતા?  અમારી સરકાર હતી ત્યારે 70 હજાર કરોડ રૂપિયા માફ કરાયા હતા, તો આજે એમપી, છત્તીસગઢ, પંજાબનાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું છે અને હું વચન આપું છું કે અમે અહીં પણ આપ યુવાનોને રોજગાર આપીશું અને ખેડૂતોને તકલીફ થવા નહીં દઇએ.

ચીનનાં મુદ્દા પર પણ રાહુલ ગાંધીએ મોદી સરકારની આકરી ઘેરાબંધી કરી હતી, તેમણે કહ્યું હતું કે જ્યારે બિહારનાં યુવા સૈનિકો શહીદ થયા હતા, ત્યારે ભારતનાં વડા પ્રધાને શુ કહ્યું અને શું કર્યું તે મારો સવાલ છે, પરંતુ તેઓ જવાબ નહીં આપે, રાહુલે કહ્યું હતું કે, ચીની સેનાએ અમારા 20 સૈનિકોને શહીદ કર્યા છે અને અમારી 1200 કિલોમીટર જમીન લીધી છે. જ્યારે ચીન આપણી ભૂમિની અંદર આવ્યો, ત્યારે આપણા વડા પ્રધાન, વીરોનું અપમાન કરતા કેમ બોલ્યા કે, ભારતની અંદર કોઈ આવ્યું નથી. આજે હું કહું છું કે હું માથું નમાવુ છું, વડા પ્રધાને ખોટું બોલીને ભારતની સેનાનું અપમાન કર્યું છે.