Delhi News/ ભાજપ નેતાના ઘરે કરી હતી લાખોની ચોરી, 1 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો ગુનેગાર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

હરિયાણાના ગુરુગ્રામમાં પોલીસે એક કુખ્યાત નેપાળી ગુનેગાર ભીમ જોરાને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો.

India Trending
criminal from Nepal was encountered.

દિલ્હીમાં નેપાળના એક કુખ્યાત ગુનેગારની એન્કાઉન્ટર કરવામાં આવ્યુ. નેપાળનો રહેવાસી ભીમ બહાદુર જોરાએ ભારતના વિવિધ રાજ્યોમાં મોટા ગુનાઓ આચર્યા હતા. આ ગુનેગાર પર હત્યા અને લૂંટના અનેક ગુનાઓનો આરોપ હતો. દિલ્હી પોલીસ ઘણા સમયથી તેને શોધી રહી હતી. મંગળવારે વહેલી સવારે પોલીસ અને ગુનેગાર વચ્ચે ફાયરિંગ થયું હતુ. પોલીસને જોઈને તેણે ગોળીબાર કર્યો. પોલીસે વળતો જવાબ આપ્યો, જેમાં તે માર્યો ગયો.

ડોક્ટરની હત્યા કરવાનો અને નેતાના ઘરે કરી હતી લાખોની ચોરી આરોપ
ભીમ બહાદુર જોરા પર દિલ્હીના એક ડોક્ટરની હત્યા કરવાનો અને ગુરુગ્રામમાં ભાજપ મહેરૌલી જિલ્લા પ્રમુખ મમતા ભારદ્વાજના ઘરેથી ₹22 લાખની ચોરી કરવાનો આરોપ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દિલ્હી અને ગુરુગ્રામ પોલીસની ટીમે ભીમ જોરાને ઘેરી લીધો, ત્યારે તેને શાંતિથી આત્મસમર્પણ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. જોકે, પોલીસની ચેતવણીને અવગણીને, તેણે પોલીસ ટીમ પર ગોળીબાર ચાલુ રાખ્યો. ત્યારબાદ થયેલા ક્રોસ ફાયરિંગમાં તેમને ગોળી વાગી હતી. પોલીસે તેમને તાત્કાલિક ગંભીર હાલતમાં દિલ્હીના AIIMSના ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શિબુ સોરેનના અંતિમ સંસ્કાર આજે રામગઢમાં કરવામાં આવશે, પાર્થિવ શરીરને ઝારખંડ વિધાનસભા પણ લઈ જવામાં આવશે

આ પણ વાંચો:રાહુલ ગાંધી બાદ, ઝારખંડ કોંગ્રેસ પણ મત ચોરી પર ઝુંબેશ ચલાવશે, આજે કેન્ડલ માર્ચથી શરૂ થશે!

આ પણ વાંચો:ચમત્કારોનું મંદિર! ઝારખંડના આ શિવધામમાં માતા ગંગા પોતે પાણી અર્પણ કરે છે!