Kheda News/ ખેડામાં આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારા બાદ કૌભાંડની આશંકા

આંગણવાડી કાર્યકરોના પગારમાં રાજ્ય સરકારે વધારો કર્યા પછી આ મોરચે અનેક પ્રશ્નો સર્જાયા છે. ખેડા જિલ્લાની અનેક આંગણવાડી ભરતીમાં કૌભાંડની આશંકા છે. અરજદાર યુવતીઓ અને મહિલાના મેરિટમાં પણ વ્યાપક પાયા પર ગેરરીતિના આક્ષેપો છે.

Gujarat Top Stories Others Breaking News

Kheda News: આંગણવાડી કાર્યકરોના પગારમાં રાજ્ય સરકારે વધારો કર્યા પછી આ મોરચે અનેક પ્રશ્નો સર્જાયા છે. ખેડા જિલ્લાની અનેક આંગણવાડી ભરતીમાં કૌભાંડની આશંકા છે. અરજદાર યુવતીઓ અને મહિલાના મેરિટમાં પણ વ્યાપક પાયા પર ગેરરીતિના આક્ષેપો છે.

અપરીણિત ઉમેદવારોની કેટેગરીમાં પરીણિત ઉમેદવાર મેરિટમાં આગળ છે. અન્ય ગામોની મહિલા ઉમેદવારને મેરિટમાં આગળ બતાવતી અરજીઓનો ઢગલો છે. ફરિયાદ કરનારા ઉમેદવારને અન્યાય થતાં હવે મહિલાઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા પર ઉતરી છે.

આંદોલન પર ઉતરતી મહિલાઓનો દાવો છે કે લાગવગના આધારે ભરતી કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરનાર ઉમેદવારોને અન્યાય થઈ ગયો છે. આગામી દિવસોમાં ઉમેદવારો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.

તેઓનો દાવો છે કે આંગણવાડીની ભરતીમાં અનેક કૌભાંડો થઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે આંગણવાડીમાં રૂપિયા આપીને ભરતી કરવામાં આવી રહી છે. આ કૌભાંડોમાં મેરિટ લિસ્ટ જ બદલી કાઢવામાં આવે છે. સરકારે વેતન વધારતા તંત્રની અંદર ઘણા કૌભાંડીઓ રૂપિયા ઉસેટવામાં લાગી ગયા છે. આ ઘટના બતાવે છે કે આગામી દિવસોમાં ખેડા જિલ્લાના આંગણવાડીની ભરતીમાંથી અનેક કૌભાંડો નીકળે તો આશ્ચર્ય નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat News/આંગણવાડી એ બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા:મંત્રી ભાનુબેન બાબરીયા

આ પણ વાંચો: Valsad News/વલસાડના ધરમપુરની આંગણવાડીમાં અનાજની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો, ચોખામાં કાંકરા મળ્યા

આ પણ વાંચો: Gujarat News/રાજ્યની તમામ આંગણવાડીઓને પોતાના મકાન ઉપલબ્ધ કરાવવા સરકારે કર્યો નિશ્ચય !