BCCI Secretary Devajit Saikia : BCCI ના નવા સચિવની જાહેરાત કરવામાં આવી છે. હવે દેવજીત સૈકિયા BCCI ના નવા સેક્રેટરી બન્યા છે. બીસીસીઆઈની ખાસ સામાન્ય સભામાં, દેવજત સૈકિયાને સેક્રેટરી તરીકે બિનહરીફ અને પ્રભતેજ સિંહ ભાટિયાને ખજાનચી તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા. રવિવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
બીસીસીઆઈના સેક્રેટરી બન્યા બાદ, દેવજીત સૈકિયા હવે ટૂંક સમયમાં ઈંગ્લેન્ડ સામેની વનડે અને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ જાહેર કરશે. જય શાહ અને આશિષ શેલારે રાજીનામું આપ્યા બાદ આ બંને પદ ખાલી પડ્યા હતા. આ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવનારા એકમાત્ર ઉમેદવાર સૈકિયા અને ભાટિયા બિનહરીફ ચૂંટાયા હતા.
ગયા મહિને ICC ચેરમેન બન્યા પછી શાહને સેક્રેટરી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું, જ્યારે શેલારે મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા પછી BCCI ખજાનચી પદ પરથી રાજીનામું આપ્યું હતું. સૈકિયા આસામના છે અને ભાટિયા છત્તીસગઢના છે. 1 ડિસેમ્બરે શાહ આઈસીસીના ચેરમેન બન્યા પછી, સૈકિયા સચિવ તરીકે વધારાની જવાબદારીઓ નિભાવી રહ્યા હતા. તેઓ સંયુક્ત સચિવ હતા અને હવે આ પદ ખાલી પડી ગયું છે.
પરિણામોની જાહેરાત કરતા ચૂંટણી અધિકારી એ.કે. જોતીએ જણાવ્યું હતું કે, “પદાધિકારીઓ, સચિવ અને ખજાનચીના બે પદ માટે બિનહરીફ ચૂંટણી થઈ હતી, તેથી મતદાનની જરૂર નહોતી.” દેવજીત સૈકિયા અને ભાટિયા સિવાય, આ બે પોસ્ટ માટે બીજા કોઈએ અરજી કરી ન હતી.
BCCI બંધારણ મુજબ, કોઈપણ ખાલી જગ્યા 45 દિવસની અંદર SGM બોલાવીને ભરવાની રહેશે. રવિવાર આ સમયગાળાનો 43મો દિવસ છે અને 43મા દિવસે જ BCCI એ નવા સેક્રેટરીની જાહેરાત કરી છે. તેમની સાથે, BCCI દ્વારા નવા ICC ચેરમેન જય શાહનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. SGM માં તેમનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરવામાં આવ્યું. આ સમય દરમિયાન, રાજ્ય એકમોના સભ્યો પણ હાજર હતા.
દેવજીત સૈકિયા એક ક્રિકેટર રહી ચૂક્યા છે
આસામના રહેવાસી દેવજીત સૈકિયા પણ ક્રિકેટ રમી ચૂક્યા છે. આ સાથે તેમણે કાયદા અને વહીવટના ક્ષેત્રમાં પણ કામ કર્યું છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર તરીકે, સૈકિયાએ 1990 થી 1991 વચ્ચે 4 મેચ રમી જેમાં તેમણે વિકેટકીપર તરીકે સેવા આપી. તેમની ક્રિકેટ કારકિર્દી ખૂબ ટૂંકી હતી અને આ સમય દરમિયાન તેમણે વિકેટકીપર તરીકે 9 કેચ પકડ્યા હતા જ્યારે તેઓ 53 રન બનાવવામાં સફળ રહ્યા હતા.
આ પણ વાંચો:IPLની આ ટીમે ભુવનેશ્વર કુમાર પર ખર્ચ્યા આટલા પૈસા
આ પણ વાંચો:IPL Mega Auctionમાં પ્રથમ દિવસે 72 ખેલાડી વેચાયા
આ પણ વાંચો:IPL મેગા ઓકશનમાં સાત ખેલાડીઓ પર વરસ્યો રૂપિયાનો વરસાદ
