Gujarat News/ આંગણવાડી એ બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા:મંત્રી ભાનુબેન બાબરીયા

આંગણવાડી એ માત્ર બાળ સંભાળનું કેન્દ્ર નહિ, બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા છે તેમ જણાવતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે.

Gujarat Gandhinagar

મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી રૂ. 37.48 કરોડના ખર્ચે 233 આંગણવાડી કેન્‍દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીના હસ્તે રૂ. 20.23 કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી બનેલી 99 આંગણવાડી, 1 ઘટક કચેરી, 1‌ સેજા કચેરીનું લોકાર્પણ તથા 65 આંગણવાડી કેંદ્રોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત GSPCના CSR ભંડોળ અંતર્ગત Light Guage Steel Frame (LGSF) ટેક્નોલોજીના ઉપયોગથી 17.25 કરોડના ખર્ચે 69 નવનિર્મિત આંગણવાડી કેન્‍દ્રોનું પણ લોકાર્પણ કરાયું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય કક્ષાએથી કરવામાં આવતી સતત સમીક્ષા, ફોલો-અપ અને સંકલન થકી આંગણવાડીના નવા મકાનોનું નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. જેના પરિણામે રાજ્યના હજારો નાના બાળકોને અદ્યતન સુવિધાઓ સાથેના નવા આંગણવાડી કેન્દ્રો ઉપલબ્ધ થઇ રહ્યા છે. આગામી સમયમાં પણ આ જ ગતિશીલતા સાથે આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનોને વધુ વિસ્તૃત કરી રાજ્યના દરેક બાળકને શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ અપાશે, તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોની કામગીરીને બિરદાવતા મંત્રીએ કહ્યું હતું કે, આંગણવાડીની બહેનો બાળકોની પ્રેમ અને વાત્સલ્યથી સંભાળ રાખે છે. તેમને ધર જેવું જ વાતાવરણ આપવામાં તેમની ભૂમિકા ખૂબ અગત્યની છે. તેમના શ્રેષ્ઠ પ્રયાસોના કારણે આજે અનેક વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલતાં થયાં છે. આ બહેનો આંગણવાડીમાં જ પોષણયુક્ત આહાર બનાવીને બાળકોને તેમની માતાની જેમ જ પ્રેમથી જમાડે છે.

મહિલા અને બાળ વિકાસ સચિવ રાકેશ શંકરે ખુબ જ ટૂંકા સમયગાળામાં આંગણવાડી કેન્દ્રોના બાંધકામની કામગીરી પૂર્ણ કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આગામી સમયમાં પણ આજ ગતિથી આંગણવાડી કેન્દ્રોના બાંધકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરાશે તેમ સચિવશ્રીએ જણાવ્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લાકક્ષાના ભૂલકામેળામાં ભૂલકાના કૌશલ્યને પ્રોત્સાહન આપતા વિજેતા થનાર બાળકોને મંત્રીશ્રીના હસ્તે ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, જે. એસ. પટેલ, આઈ.સી.ડી.એસ કમિશનર રણજીતકુમાર, GSPC ના CEO ગૌતમ સાર્થક, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ભૂલકામેળામાં સહભાગી થનાર બાળકો, વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
——————————————————————————————————————————————————

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતેથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો શુભારંભ

આ પણ વાંચો:ગાંધીનગરમાં અમિત શાહ 217 કરોડના પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે,નવીનીકરણ કરાયેલા સરદાર બાગને ખુલ્લો મુક્યો

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાના આયુષ્માન વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો