Gujarat News/ ગુજરાતમાં જળક્રાંતિ, 22.1 મિલિયન ક્યુબિક મીટર કાંપ દૂર

Gujarat News : ગુજરાત (Gujarat) સરકારે રાજ્યમાં જળ સુરક્ષા અને કૃષિ વિકાસને વધુ મજબૂત બનાવવા માટે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જળસંપત્તિ વિભાગ દ્વારા રાજ્યભરમાં ચલાવવામાં આવેલા મેગા ડી-સિલ્ટિંગ અભિયાન હેઠળ નદીઓ, નહેરો અને જળાશયોમાંથી રેકોર્ડબ્રેક 22.1 મિલિયન ક્યુબિક મીટર કાંપ દૂર કરવામાં આવ્યો છે.જેને લઈને ગુજરાત (Gujarat)માં જળક્રાંતિ (Water Revolution)થઈ […]

Gujarat
મેગા ડી-સિલ્ટિંગ અભિયાન હેઠળ નદીઓ, નહેરો અને જળાશયોમાંથી રેકોર્ડબ્રેક 22.1 મિલિયન ક્યુબિક મીટર કાંપ દૂર કરવામાં આવ્યો છે.જેને લઈને ગુજરાતમાં જળક્રાંતિ (Water Revolution)થઈ છે.

Gujarat News : ગુજરાત (Gujarat) સરકારે રાજ્યમાં જળ સુરક્ષા અને કૃષિ વિકાસને વધુ મજબૂત બનાવવા માટે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જળસંપત્તિ વિભાગ દ્વારા રાજ્યભરમાં ચલાવવામાં આવેલા મેગા ડી-સિલ્ટિંગ અભિયાન હેઠળ નદીઓ, નહેરો અને જળાશયોમાંથી રેકોર્ડબ્રેક 22.1 મિલિયન ક્યુબિક મીટર કાંપ દૂર કરવામાં આવ્યો છે.જેને લઈને ગુજરાત (Gujarat)માં જળક્રાંતિ (Water Revolution)થઈ છે.

રાજ્યના 1,474 સ્થળોએ દિવસ-રાત ચાલેલા આ વિશાળ અભિયાનથી જળસંચય ક્ષમતા વધારવામાં સફળતા મળી છે. સાથે જ કેનાલોમાં પાણી વહન કરવાની ક્ષમતા પણ વધી છે, જેના કારણે હવે છેવાડાના ખેડૂતો સુધી સરળતાથી સિંચાઈનું પાણી પહોંચી રહ્યું છે.

4,223 કિલોમીટર લાંબી નહેરોની સફાઈ

જળસંપત્તિ વિભાગે ઝડપી કામગીરી કરીને રાજ્યમાં 4,223 કિલોમીટર લાંબી નહેરોની સફાઈ પૂર્ણ કરી છે. આ કામગીરી માટે અંદાજે 96 ભારે એક્સકેવેટર મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેકોર્ડ સમયમાં કરોડો ઘન મીટર માટી દૂર કરીને નહેરો અને જળાશયો વધુ ઊંડા બનાવાયા છે.

લાડવી નદી સહિત અનેક જળસ્ત્રોતોમાંથી નકામી વનસ્પતિ અને અવરોધો દૂર કરાતા પાણીનો પ્રવાહ સરળ બન્યો છે. પરિણામે, વરસાદી પાણીનું સંગ્રહણ વધુ અસરકારક રીતે થઈ રહ્યું છે.

ખેડૂતોને સીધો ફાયદો

ડી-સિલ્ટિંગ અભિયાનનો સૌથી મોટો લાભ ગ્રામિણ અને કૃષિ વિસ્તારોને થયો છે. નહેરો અને તળાવો ઊંડા થતાં અનેક ગામોમાં બોરવેલના જળસ્તર ઊંચા આવ્યા છે. જે ખેડૂતો અગાઉ પાણીની અછત અને પાક સુકાઈ જવાની ચિંતા વચ્ચે ખેતી કરતા હતા, તેઓ હવે વધુ આત્મવિશ્વાસ સાથે ખેતી કરી રહ્યા છે. છેવાડાના વિસ્તારો સુધી સિંચાઈનું પાણી પહોંચતા કૃષિ ઉત્પાદન વધવાની પણ આશા વ્યક્ત થઈ રહી છે.

જનભાગીદારીથી જળ સંરક્ષણને વેગ

રાજ્ય સરકારે સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન અને પાણી વપરાશકાર મંડળો દ્વારા ખેડૂતોને જળ સંરક્ષણ અભિયાન સાથે જોડ્યા છે. આધુનિક ટેકનોલોજી અને જનભાગીદારીના સમન્વયથી ગુજરાત ટકાઉ જળ વ્યવસ્થાપન તરફ મજબૂત પગલાં ભરી રહ્યું છે.

જળસંચય ક્ષમતામાં વધારો અને પાણીના અસરકારક ઉપયોગથી આગામી વર્ષોમાં કૃષિ ક્ષેત્ર વધુ જળ-આત્મનિર્ભર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : જળસંચયનું અભિયાન હવે રાજ્યમાં જળક્રાંતિનું જન આંદોલન બની ગયું: ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો : 18 વર્ષ અને 250 કરોડનો ખર્ચ છતાં કલ્પસર યોજના હજુ કલ્પનામાં જ, જુઓ ક્યાં જાય છે કરોડો રૂપિયા?

આ પણ વાંચો : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે સમગ્ર દેશમાં ગુજરાતને દ્વિતીય સ્થાને ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2025’ એનાયત…