Vadodara News: વડોદરા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલી એક જાણીતી ફરસાણ દુકાનમાંથી ખરીદેલા સમોસામાંથી મરેલો વંદો (Samosa Cockroach) નીકળતાં ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. ઘટનાના પગલે મહિલા ગ્રાહકે દુકાનદાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેમજ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
Samosa Cockroach: જાણીતી ફરસાણ દુકાનમાંથી ખરીદ્યા હતા સમોસા
માહિતી અનુસાર, ચોખંડી વિસ્તારમાં આવેલી ‘શિવ શક્તિ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ’માંથી એક મહિલા ગ્રાહકે સમોસા ખરીદ્યા હતા. પરિવાર સાથે નાસ્તો કરતી વખતે સમોસાની અંદરથી મરેલો વંદો (Samosa Cockroach) નીકળતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ તરત જ દુકાન પર પહોંચી દુકાનદાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાનો વીડિયો અને તસવીરો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે.

ફૂડ વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ
આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે શહેરમાં વારંવાર ખાણી-પીણીની વસ્તુઓમાંથી જીવડાં કે અખાદ્ય પદાર્થો નીકળવાની ઘટનાઓ સામે આવતી હોવા છતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.મહિલા ગ્રાહકે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે નિયમિત ચેકિંગ અને કડક પગલાં લેવાની જરૂર છે.
અગાઉ પણ આવી ઘટનાઓ આવી ચૂકી છે સામે
નોંધનીય છે કે વડોદરામાં અગાઉ પણ ખાદ્ય પદાર્થોમાંથી જીવડાં, પ્લાસ્ટિક અને અન્ય અખાદ્ય વસ્તુઓ મળ્યાની ફરિયાદો સામે આવી ચૂકી છે. તેમ છતાં સતત આવી રહેલી ઘટનાઓને કારણે લોકોમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે.હાલ સમગ્ર મામલે સ્થાનિક લોકો તંત્ર પાસેથી કડક કાર્યવાહી અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર ખાસ નજર રાખવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:રાજકોટના આઈનોક્સમાં સેન્ડવિચ પર વંદો ફરતો દેખાયો! ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે ભાંડો ફોડ્યો
આ પણ વાંચો:અમદાવાદના નિકોલ સ્થિત ખાઉધરા પોઈન્ટના સાંભારમાંથી ‘વંદો’ નીકળ્યો
આ પણ વાંચો:ફરી એકવાર વડોદરામાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં નીકળ્યો વંદો
