Rajkot News/ રાજકોટમાં સગીરા સાથે ગેંગરેપ કેસમાં 5ની ધરપકડ, 3 આરોપીની શોધખોળ ચાલુ

રાજકોટમાં સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ કેસ (Rajkot Gangrape Case)માં મોટો ખુલાસો,ટ્રાફિક વોર્ડન સહિત 5 આરોપી ઝડપાયા, સોશિયલ મીડિયા મારફતે સગીરાને વિશ્વાસમાં લઈ ઘટનાને અંજામ આપ્યાનો આરોપ. પોલીસે કાર કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Gangrape Case: ટ્રાફિક વોર્ડન સહિત 5 આરોપી ઝડપાયા

Rajkot News: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ કેસ (Rajkot Gangrape Case)માં પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ભક્તિનગર પોલીસે સગીર વયની સહેલી, એક સગીર આરોપી સહિત કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટનાએ રાજકોટ શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી છે. પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાંથી એક ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય એક આરોપી અગાઉ નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી અને તોડકામના ગુનાઓમાં અનેક વખત ઝડપાઈ ચૂક્યો હોવાનું ખુલ્યું છે.

Rajkot Gangrape Case: ચાલતી કારમાં આચરાયું સામૂહિક દુષ્કર્મ

પોલીસ તપાસ મુજબ તારીખ 17 મે 2026ના રોજ ત્રણ આરોપીઓએ સગીરાને એક સ્વિફ્ટ કારમાં બેસાડી હતી. ત્યારબાદ ચાલતી કારમાં જ સગીરાને ધમકાવી તેના પર સામૂહિક દુષ્કર્મ (Rajkot Gangrape Case) આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. પોલીસે આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

Rajkot Gangrape Case
Rajkot Gangrape Case

સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા આરોપીઓ

ફરિયાદ અનુસાર સગીરાની એક સગીર વયની સહેલીએ તેને મોબાઇલ ફોન આપ્યો હતો. ત્યારબાદ મુખ્ય આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાનો સંપર્ક સાધ્યો અને વિશ્વાસમાં લઈ ધીમે ધીમે તેને પોતાની જાળમાં ફસાવી હતી.પોલીસ મુજબ આરોપીઓએ અલગ અલગ સમયે સગીરાને ઘરો અને હોટલોમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે સંબંધિત હોટલોની કામગીરી અને નિયમોના પાલનની દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

ટ્રાફિક વોર્ડન અને નકલી પોલીસ કનેક્શન સામે આવ્યું

ઝડપાયેલા આરોપીઓ પૈકી ધવલ રાઠોડ ટ્રાફિક શાખામાં વોર્ડન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે મિહિર કુગશીયા અગાઉ નકલી પોલીસ બની લોકોને ધમકાવી તોડ કરવાના ગુનાઓમાં અનેક વખત ઝડપાઈ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.પોલીસનું કહેવું છે કે આરોપીઓએ સગીરાનો વિશ્વાસ જીતવા માટે ખોટી ઓળખ અને સોશિયલ મીડિયા બંનેનો ઉપયોગ કર્યો હતો.

અગાઉ પણ નોંધાઈ હતી ફરિયાદ

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે ભોગ બનનાર સગીરા સાથે અગાઉ પણ એક દુષ્કર્મ (Rajkot Gangrape Case)ની ઘટના બની હતી, જે અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે. ભક્તિનગર પોલીસે સમગ્ર મામલે BNS તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ પોલીસ ટીમો કાર્યરત છે.


આ પણ વાંચો:રાજકોટમાં પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મનો આરોપ, લગ્નની લાલચ આપી યુવતી સાથે છેતરપિંડી

આ પણ વાંચો:રાજકોટમાં કાકા દ્વારા ભત્રીજી પર 5 મહિના સુધી દુષ્કર્મ, આરોપીની ધરપકડ

આ પણ વાંચો:રાજકોટના કોળી સમાજના અગ્રણી જયેશ ઠાકોરની ધરપકડ, યુવતી સાથે દગો કરી દુષ્કર્મ ગુજાર્યું આક્ષેપ