Rajkot News/ રાજકોટમાં કાકા દ્વારા ભત્રીજી પર 5 મહિના સુધી દુષ્કર્મ, આરોપીની ધરપકડ

સગીર ભત્રીજી પર તેના જ કૌટુંબિક કાકાએ છેલ્લા પાંચ મહિનાથી વારંવાર Rapes કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે

Gujarat Rajkot
14 વર્ષીય સગીર ભત્રીજી પર તેના જ કૌટુંબિક કાકાએ છેલ્લા પાંચ મહિનાથી વારંવાર Rapes કર્યો હોવાનો ખુલાસો થયો છે

Rajkot News : રાજકોટ શહેરમાં કાકા-ભત્રીજીના પવિત્ર સંબંધને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે. 14 વર્ષીય સગીર ભત્રીજી પર તેના જ કૌટુંબિક કાકાએ છેલ્લા પાંચ મહિનાથી વારંવાર દુષ્કર્મ (Rapes)આચર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ભત્રીજી ગર્ભવતી ન બને તે માટે આરોપી તેને ગર્ભનિરોધક ગોળીઓ પણ ખવડાવતો હતો. બાળકીના પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા આખી ઘટના બહાર આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં તપાસ દરમિયાન ખુલ્યો ભાંડો

મળતી માહિતી મુજબ, બુધવારે 14 વર્ષની સગીરાને અચાનક પેટમાં ભારે દુખાવો થયો હતો. ત્યારબાદ પરિવારજનોએ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ દરમિયાન બાળકી પાસેથી કેટલીક શંકાસ્પદ ગોળીઓ મળી આવી હતી. તબીબોએ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ગોળીઓ ગર્ભનિરોધક છે. ડૉક્ટરોએ ચેતવણી આપી કે આટલી નાની વયે આવી ગોળીઓના સતત સેવનથી શરીરમાં ગંભીર ઈન્ફેક્શન અને જીવલેણ જોખમ ઊભું થઈ શકે છે.

પુછપરછ દરમિયાન બાળકીની રડતી રડતી આપવીતી

તબીબોની વાત સાંભળીને પિતાને શંકા જતા તેમણે બાળકી સાથે વિશ્વાસપૂર્વક વાત કરી હતી. ત્યારબાદ બાળકી રડી પડી અને છેલ્લા પાંચ મહિનાથી ચાલતી પોતાની સાથેના દુષ્કર્મ(Rapes)ની આપવીતી જણાવી હતી. બાળકીના જણાવ્યા અનુસાર, તેની સાથે રહેતો કૌટુંબિક કાકો (Uncle)ઘરમાં અન્ય કોઈ ન હોય ત્યારે તેને ધમકી આપી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. ઘટનાને છુપાવવા માટે તે બાળકી ને ગર્ભનિરોધક ગોળીઓ ખાવા મજબૂર કરતો હતો.

પત્ની રિસામણે હોવાથી ભત્રીજી પર બગાડી નજર

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 37 વર્ષીય આરોપીની પત્ની છેલ્લા આઠ મહિનાથી તેના ચાર બાળકો સાથે પિયર મધ્યપ્રદેશમાં રિસામણે રહેવા ગઈ હતી. આ દરમિયાન આરોપી પોતાના ભાઈના પરિવાર સાથે રહેતો હતો. પત્નીની ગેરહાજરીનો લાભ લઈ તેણે પોતાની જ ભત્રીજી પર નજર બગાડી હતી. જ્યારે પિતા મજૂરી કામે બહાર ગયા હોય અને ઘર પર બાળકી એકલી હોય ત્યારે આરોપી દુષ્કર્મ (Rapes)આચરતો હતો.

પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો

બાળકીના પિતાએ રાજકોટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસએ આરોપી વિરુદ્ધ BNS કલમ 65(1), 351(3) તેમજ પોક્સો એક્ટ (POCSO)ની કલમ 4(2) અને 6(1) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એસ. રાણાના માર્ગદર્શન હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આરોપીના કપડાં તેમજ બનાવ સ્થળ પરથી મહત્વના પુરાવા કબજે કર્યા છે. એફએસએલ અને ક્રાઈમ એક્સપર્ટની ટીમે પણ સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. આ ઉપરાંત આરોપીનો મોબાઈલ ફોન પણ કબજે કરીને તેમાં રહેલા વોટ્સએપ મેસેજ અને ચેટિંગ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો : હાઈકોર્ટનો સંવેદનશીલ ચુકાદો! વડોદરાની દુષ્કર્મ પીડિત સગીરા નહીં કરાવી શકે ગર્ભપાત, સરકારે લીધી આ મોટી જવાબદારી

આ પણ વાંચો : મહેસાણામાં માનવતા શર્મશાર! મહેસાણામાં દુષ્કર્મનો ભોગ બનેલી 15 વર્ષની સગીરા બની માતા

આ પણ વાંચો : જેતપુર પંથકમાં નાબાલિક બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, પોલીસ દ્વારા પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી